Museum of Indian Devotional Heritage
श्रीरामचन्द्र कृपालु भजु मन हरण भव भय दारुणम्
“O mind, worship the merciful Ramachandra, who removes the dreadful fears of worldly existence.”
Tulsidas · 16th century
From the Vinaya Patrika of the poet who gave the Ramayana to the people of the Gangetic plain in their own tongue.
Today’s Reflection
“O mind, worship the merciful Ramachandra, who removes the dreadful fears of worldly existence.”
— Tulsidas · 16th century
Showing 279 bhajans in ગુજરાતી
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jay Adya Shakti, Maa Jay Adya Shakti, Akhand brahmaand dipaavyaa, padve pragat thayaa.
Shivanand Swami
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
Vaishnav jan to tene kahiye, je peed parai jaane re. Par dukkhe upkar kare toye, man abhiman na aane re.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા, હરનિશ એને ધાવું રે, તપ તીરથ વૈકુંઠ તજીને, મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે...
Traditional
રાત રહે જાહરે પાછલી ખટ ઘડી સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
Traditional
સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારી મુળ તારું;
Traditional
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો...
Traditional
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં... સુખદુઃખ...
Traditional
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે?
Traditional
જળકમળ છાંડી જા રે, બાળા! સ્વામી અમારો જાગશે; જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે... ૧
Traditional
હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે... મારે...
Traditional
રામ સભામાં અમે રમવાને ગ્યાં'તાં પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.
Traditional
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
Traditional
જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઉંઘમાં અટપટા ભોગ ભાસે;
Traditional
બાપજી પાપ મેં કવણ કીધાં હશે, નામ લેતાં તારું નિંદ્રા આવે;
Traditional
ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસી, જે થકી જન્મના દુઃખ જાયે; અવળ ધંધો કરે, અરથ કાંઇ નવ સરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે.
Traditional
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે, ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે...
Traditional
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ...
Traditional
પાયોજી મૈંને રામ-રતન ધન પાયો. વસ્તુ અમોલિક દી મેરે સતગુરૂ,
Traditional
મને ચાકર રાખોજી, ગિરધારી લાલ, ચાકર રાખોજી... ટેક
Traditional
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
Traditional
મોહે લાગી લટક ગુરુ ચરનનકી. ચરન બિના મુઝે કછુ નહિ ભાવે,
Traditional
નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ. જલ જમુનાનાં પાણી રે જાતાં, શિર પર મટકી ધરી;
Traditional
બોલ મા બોલ મા બોલ મા રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા... રાધા...
Traditional
એ રી મૈં તો પ્રેમદિવાની, મેરા દરદ ન જાને કો'ય... ટેક શૂલી ઉપર સેજ હમારી, કિસ બિધ સોના હોય?
Traditional
હરિ! તુમ હરો જનકી ભીર... ટેક દ્રૌપદીકી લાજ રાખી,
Traditional
પગ ઘુંઘરું બાંધી નાચી રે... ટેક મૈં તો મેરે નારાયણ કી,
Traditional
વંદન નંદ-યશોદા નંદન (૨) માત દેવકીનાં પ્રિયનંદન, કરો અસુરદળ કેરું ખંડન,
Traditional
વંદન રઘુવર દશરથ નંદન શોભાસાગર રઘુકુલ ચંદન,
Traditional
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
Traditional
સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે, શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે.
Traditional
જે ભક્તરક્ષક કાજ જગમાં પ્રેમથી જાગ્રત રહે, જે જ્ઞાનભક્તિયોગ બક્ષે તેમ ધર્મકથા કહે,
Traditional
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા... ઓમ...
Traditional
ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે ભક્તજનોકે સંકટ (૨) ક્ષણમેં દૂર કરે... ઓમ જય...
Traditional
ॐ જય સાહેબ કબીર, ॐ જય સાહેબ કબીર પ્રગટ પ્રભુ છો સાચા, અલખ નિરંજન દેવ... ॐ જય સાહેબ કબીર
Traditional
હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને, પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને...
Traditional
હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે; જેની સુરતા શામળિયાને સાદ, વદે વેદ વાણી રે...
Traditional
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ... (ટેક)
Traditional
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે;
Traditional
હે જગ-ત્રાતા, વિશ્વ વિધાતા, હે સુખશાન્તિ-નિકેતન હે.
Traditional
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા... (ટેક) અંત સમય મારો આવશે ને, દેહનું નહિ રહે ભાન,
Traditional
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા મારી વીણાની વાણી જગાડી તું જા... (ટેક)
Traditional
હરિ ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું; સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું;
Traditional
આપજો આપજો સારું સઘળું મને, હે પ્રભુ, આજ આખા દિવસમાં;
Traditional
મેરુ તો ડગે જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
Traditional
વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઇ! નહિતર અચાનક અંધારા થાશે;
Traditional
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે...
Traditional
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે...
Traditional
તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં, તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યો હરિને શરણ.
Traditional
પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંહ્ય... પગ મને... (ટેક)
Traditional
જ્યાં લગી આત્મા અંગમાં છે, ત્યાં લગી હરિ હરિ તું કહે... (ટેક) હાલતાં હરિ ને ચાલતાં હરિ, ને બેસતાં હરિ તું કહે; (૨)
Traditional
અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
Traditional
હે કરુણાના કરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી; હે સંકટના હરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી;
Traditional
ગુરુ બિન કૌન બતાવે બાટ? બડા વિકટ યમઘાટ,... (ટેક) ભ્રાંતિકી પહાડી, નદિયાં બિચ મેં અહંકારકી લાટ,
Traditional
ઇસ તન-તનકી કૌન બડાઇ? દેખત નૈનોમેં મિટ્ટી મિલાઇ!
Traditional
ભજો રે ભૈયા રામ ગોવિંદ હરી... (ટેક) જપ તપ સાધન કછુ નહિં લાગત,
Traditional
ધૂંધટ કા પટ ખોલ રે તોકો પીવ મિલેંગે, ઘટ ઘટમેં વહ સાંઇ રમતા, કટુક વચન મત બોલ... (ટેક)
Traditional
મન લાગો મેરો યાર ફકીરીમેં... (ટેક) જો સુખ પાવે રામ ભજનમેં,
Traditional
રઘુવર તુમકો મેરી લાજ... (ટેક) સદા સદા મૈં સરન તિહારી,
Traditional
તૂ દયાલુ દીન હૌં, તૂ દાની હૌં ભિખારી; હૌં પ્રસિદ્ધ પાતકી, તૂ પાપપુંજ હારી... પ્રભુ તૂ...
Traditional
સબસે ઊંચી પ્રેમ સગાઇ... (ટેક) દુર્યોધનકો મેવા ત્યાગો,
Traditional
અબકી ટેક હમારી, લાજ રાખો ગિરિધારી... (ટેક) જૈસી લાજ રાખી અર્જુનકી ભારત યુદ્ધ મંઝારી,
Traditional
નિર્ધન કે ધન રામ હમારે, નિર્ધન કો ધન રામ;
Traditional
પ્રભુજી! તુમ ચંદન હમ પાની, જાકી અંગ અંગ બાસ સમાની... પ્રભુજી!...
Traditional
ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ, અભ રૈન કહાં જો સોવત હૈ;
Traditional
નામ જપન ક્યોં છોડ દિયા?... (ટેક) કામ ન છોડા, ક્રોધ ન છોડા,
Traditional
પ્રભુ તમે છો મારા જીવનરથનાં સારથિ... (ટેક) જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી... મારા...
Traditional
આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલા દેખું, ધન્ય મારુ જીવન કૃપા એની લેખુ.
Traditional
માને તો મનાવી લેજો રે... મારા વ્હાલાને.... મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભુલી ગ્યા છો,
Traditional
(દોહા) સુમિરન કી સુધ લેત હે, ભીડ પડી ગજરાજ.
Traditional
પહેલા સમરૂ ગણપતિ દેવા, વિઘન લેજો કાપી રે વ્હાલા... પહેલા...
Traditional
પ્રથમ પહેલા સમરીયે રે સ્વામી તમને સુઢાળાં... રીદ્ધી સિદ્ધિ નાં દાતાર છો દેવતા...
Traditional
તારૂ જીવનભર ભગવાન, ભજન કરવા રે દેજે (૨)... (ટેક) નરસીંહ મહેતાએ નાચી કુદીને ભાવે ભજન બહુ કીધા.
Traditional
ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે, મારો ચાલે છે વેંપાર... (ટેક) મારે આંટીઘૂંટી આવે છે, એનો તૂ જ નિવેળો લાવે છે.
Traditional
કરમનો સંગાથી રાણા મારો કોઇ નથી... (ટેક) એક રે પથ્થરનાં બબ્બે ટુકડા,
Traditional
નર હૈં પશુ સમાન ભજન બિન (૨)... (ટેક) જૈસે ફિરત હૈં ઢોર હરાયો, ખાત ફિરત હૈં ઘાસ(માલ) પરાયો, (.૨)
Traditional
યૂંહિ જન્મ ગુમાત, ભજન બિન... (ટેક) સમજ સમજ નર મૂઢ અજ્ઞાની, કાળ નિકટ ચલી આત... (૧)
Traditional
સંત પરમ હિતકારી, જગતમાંહી... (ટેક) પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી... (૧)
Traditional
સંત સમાગમ શું કરું રે, અવગુણ છે પોતાની માંય... (ટેક) મચ્છી ગંધ મૂકે નહીં રે, જો અહોનિશ પાણીમાં ન્હાય. (૨)
Traditional
ઓ ઇશ્વર ભજીએ તમને મોટું છે તુજ નામ, ગુણ તમારાં નિત ગાઇએ થાય અમારાં કામ. ૧
Traditional
વિરપુરના જલ્લા તુને કહે છે સોએ અલ્લાહ, તું તો કરતો જગકા ભલ્લા, મારો હેલો સાંભળો... હો... જી...(૨)
Traditional
તારા ગીત ગાતા ગાતા આયુષ્ય વહી જાય, તોયે આ કાળજુ કોરૂ રહી જાય (૨)
Traditional
જે કુલમેં કોઈ ભક્ત ન કહાવે, (૨) કુલ કો કહાં લજાવે... રામ રામ (૨)
Traditional
તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપીલે મારા રામની... (ટેક)
Traditional
મે'ણા ન કોઈને મારો મનવા, મે'ણા ન કોઈને મારો મનવા રે, વીરા તમે વાણી વદતાં, બોલતા બોલ વિચારો... મનવા...
Traditional
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સિતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણાતું રંગમાં...
Traditional
જીવતાં શીખો રૂડી રીતે રૂડા કરજો કામ, એકદિન તમારી ઝુપડીએ આવશે રાજા રામ... (ટેક)
Traditional
આત્માને ઓળખ્યા વિના... આત્માને ઓળખ્યા વિના રે, લખ ચોર્યાસી નહિ તો ટળે...હોજી
Traditional
બોલો બોલો ૐ પરમાત્મા, સફળ થશે અવતાર... (ટેક) પાપ કરે જે રાત્રિ દિવસ, તે ન બોલી શકનાર;
Traditional
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે,
Traditional
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી,
Traditional
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યાં હરિને શરણ
Traditional
ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે... (ટેક)
Traditional
ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને; ખલક તણો ખટકો પ્રભુને, સાચું માને મન જોને... (૧)
Traditional
ભવસાગરમાં ભક્તિ હરિની, ઉગરવાનો આરો જી; એ વિના ઉપાધિ બીજી, વેઠ તરીકે ધારો જી... (૧)
Traditional
॥ विद्या-मन्दिरकी प्रार्थना ॥ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि ।
Traditional
હરિગુણ ગાવા હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને...
Traditional
હે રામ હે રામ, હે રામ હે રામ, એક હી સચ્ચા તેરા નામ... હે રામ...
Traditional
ગોકુળ આઠમ કાન અવતાર ધર્યો, ધર્યો વાસુદેવને ઘેર. અરે... હે...નંદબાવાનો તું છૈયો કહેવાયો,
Traditional
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે, તમને કહું છું ગીતાજ્ઞાન... અર્જુન... (૧)
Traditional
ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય એવી અલૌકિક દિવ્યવાણીની, સંસારને ભેટ ધરી ઋષિવર શ્રીવેદવ્યાસજીએ. ગુજરાતી સાહિત્યમાં કવન રુપે ‘ગીતા સુધા’ પ્રસાદી સૌ પામે, માટે ચીંતન, મનન અને અનેક મેઘાવી મહાનુભાવોના દર્શન ઝીલતાં ઝીલતાં, ગીતા જયન્તી એ, મા ગુર્જરીના ચરણોમાં પુષ્પ સમર્પિત કરતાં અહોભાવથી વંદન. ગીતા સુધા
Traditional
શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ: કદમ્બ કેરી ડાળો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
Traditional
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવ ભય દારુણમ્। નવ કંજ લોચન, કંજ મુખ કર કંજ, પદ કંજારુણમ્॥
Traditional
શ્રીકૃષ્ણચન્દ્રકૃપાલુ ભજમન નન્દનન્દન સુન્દરમ્ અશરણશરણ ભવભયહરણ આનન્દઘન રાધાવરમ્
Traditional
જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે એની સ્વારીના પડઘા સંભળાય...
Traditional
નંદ ઘેર આનંદ થાય, ગોકુળમાં નંદ ઘેર આનંદ થાય... ગોકુળમાં... અવિનાશીએ અવતાર લીધો, માતાનું મન હરખાય... ગોકુળમાં...
Traditional
શ્રીજી બાવા દીનદયાળા ભક્ત તમારો જાણજો, હરિગુણ ગાતાં દોષ પડે તો સેવા અમારી માનજો. ૧
Traditional
ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઇ રહ્યા હતા ક્યારના અમે. અનેક જન્મથી જીવ આથડે, આપ શરણની ખબર ના પડે.
Traditional
અમી ભરેલી નજરું રાખો (૨) મેવાડના શ્રીનાથજી! દર્શન આપો દુઃખડાં કાપો (૨) મેવાડના શ્રીનાથજી!... અમી...
Traditional
યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામળા હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શ્યામળા...
Traditional
મને વ્હાલું ગિરધારી કેરુ નામ છે રે... મારા અંતર કેરો આરામ છે રે...
Traditional
વા’લા રૂમઝૂમ કરતા કાન, મારે ઘેર આવો રે; મારા પૂરા કરવા કોડ, હસીને બોલાવો રે...
Traditional
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો...
Traditional
મારા રામ કરે રખવાળા સૌના રામ કરે રખવાળા રે... રામ... (ટેક)
Traditional
દુનિયા બોલે તેને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ...
Traditional
એક જ અરમાન છે મને... મારૂં જીવન સુગંધી બને (૨)... (ટેક) ફુલડુ બનું કે ભલે ધૂપ સળી થાઉં,
Traditional
વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય... ખાય... ખાય... (ટેક) શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માતપિતાની કરતો
Traditional
એવી છે કુદરતની કળા, અણધાર્યુ તે આગળ થાય. આપણું ધાર્યુ કાંઈ નવ થાય, પ્રભુનું ધાર્યુ આગળ થાય...
Traditional
ધન ન માગું, દોલત ન માગું, માગું તમારો સાથ... મુજને દર્શન દ્યો ભગવાન (૨)
Traditional
ભજન - શ્રી ગુરૂને પાયે લાગું, પહેલા વહેલા (રાગ ગોડી)
Traditional
સંસ્કૃત શ્લોક – યં બ્રહ્માવરુણેન્દ્રરૂદ્રમરુતઃ સ્તુવન્તી દિવ્યૈઃ સ્તવૈર્
Traditional
( રાગ – ગોડી ) કાહે ન મંગલ ગાયે જશોદા મૈંયા, કાહે ન મંગલ ગાયે,
Traditional
( રાગ – ગોડી ) બહુત ભલો હે ભાઈ, અવસર બહુત ભલો હે ભાઈ
Traditional
જોને વિચારી તું જીવડા, શા સુખમેં, મોહી રહ્યોજી... (ટેક) હાં રે જોને વિચારી તું જીવડા, શા સુખમેં, મોહી રહ્યોજી.
Traditional
ભુલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, દિવસને રાતજી; માયાનો બાંધ્યો પ્રાણીઓ, સમજ્યો નહિ શુદ્ધ વાતજી... (ટેક)
Traditional
પ્રાર્થના – બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો
Traditional
તોયે અરે! ભવચક્રનો, આંટો નહિ એકે ટળ્યો ... સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
Traditional
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે! મુજને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે!
Traditional
હે પ્રભુ, રે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અંનતનું, ભાજન છું કરુણાળ. ૧
Traditional
હું શરણે તારે આવ્યો છું, પ્રભુ તું ના સ્વીકારે તો હું શું કરું? હું ચરણે અરજી લાવ્યો છું, પ્રભુ તું ના વિચારે તો હું શું કરું?
Traditional
જનમો જનમ રહું તારો દાસ... પ્રભુ! એવું માગું રે, મારી પૂરણ કરજો આશ... પ્રભુ! એવું માગું રે...
Traditional
ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ... પ્રભુ એવું માગું રે, રહે જનમો જનમ તારો સાથ... પ્રભુ એવું માગું રે,
Traditional
તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું...(ટેક)
Traditional
શામળા! સુકાની થઇને સંભાળ, નૈયા મધદરિયે ડોલતી; સાચો કિનારો કંઈક તો બતાવ, તું છે જીવનનો સારથિ... (ટેક)
Traditional
હારે તારે એક દિન જાવું પડશે, (૨) કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે જીવલડા. ૧
Traditional
આજ નહિ તો કાલે, ગયા વિના નહિ ચાલે... (ટેક) જમરાં આવી ઝઘડો રે કરશે, કાયા તારી ત્યાં ઠર ઠરશે,
Traditional
મંગલ મંદિર ખોલો, દયામય! મંગલ મંદિર ખોલો!... (ટેક)
Traditional
જિંદગીનો શો ભરોસો, વહી જાશે, જોતજોતામાં સમય પૂરો થાશે... જિંદગીનો...
Traditional
આવ્યા તેણે... આવ્યા તેણે વહેલી મોડી લેવી પડે વિદાય...પ્રભુ... અંતિમ ઘડી જે પળે લખાણી, કેમે ન મીથ્યા થાય. (૨)
Traditional
ઓ જીવનનાં રખેવાળ, જીવન તને અર્પી દીધું છે એની રાખજે તું સંભાળ, જીવન તને અર્પી દીધું છે... (ટેક)
Traditional
કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાંનો મેળો... (ટેક) આ તો પંખીડાંનો મેળો, આ તો યુગદર્શનનો ફેરો,
Traditional
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું... (ટેક)
Traditional
પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે રે, બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પિંજરું માગે રે... (ટેક)
Traditional
નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.
Traditional
પ્રભુજી દ્વાર તમારા ખોલો રે, આવ્યો એક પુણ્યઆત્મા... (ટેક)
Traditional
હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ, શરણું મળે સાચું તમારૂં એ હૃદયથી માંગીએ.
Traditional
ૐ દ્યૌઃ શાંતિરન્તરિક્ષઃ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ ।
Traditional
સત્યનામ સદ્-ગુરુ કબીર હૈ પ્યારે, હે નાથ સદ્-ગુરુ મૈં શરણ તુમ્હારે,
Traditional
हमको मन की शक्ति देना, मन विजय करें... (२) दूसरों की जय से पहेले खुद विजय करें ॥
Traditional
अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में ।
Traditional
इतनी शक्ति हमे देना दाता... मन का विश्वास कमजोर हो ना... (२)
Traditional
तुम्ही हो माता, पिता तुम्ही हो, तुम्ही हो बंधु, सखा तुम्ही हो ॥
Traditional
इतना तो करना स्वामी, जब प्राण तन से निकले । गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले ॥
Traditional
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઇશ્વર અલ્લા તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન,
Traditional
હે મા શારદા! હે મા શારદા! તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
Traditional
(રાગ – સારી સારી રાત તેરી યાદ સતાવે) મારી ઝુંપડીએ ક્યારે રામ પધારે!
Traditional
સત સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમ:, હે આદ્યગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમઃ... સત...
Traditional
શંકરકે ડમરૂસે નીકલા... રઘુપતિ રાઘવ રાજા રામ... બ્રહ્માકે વેદોસે નીકલા... પતિત પાવન સીતારામ...
Traditional
મહાવીર મ્હેર કરો મહારાજ શરણમાં રાખજો રે.
Traditional
મેંતો જપુ સદા તેરા નામ, સદ્ગુરૂ દયા કરો... દયા કરો કૃપા કરો, કૃપા કરો રહેમ કરો... મેંતો જપુ...
Traditional
ગુરુજીના નામની હો... માળા છે ડોકમાં. નારાયણ નામની હો... માળા છે ડોકમાં.
Traditional
હે... જી...આંગણિયે અવસર અલબેલો, રંગ લેલો, રંગ લેલો જી (૨) સદા સમોદર સાથી – સખી સૌ, રસ મસ્તી મેં ખેલો જી (૨) રે સહુ
Traditional
એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો, તો કરશું દામોદરની સેવા રે
Traditional
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે... એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે...
Traditional
ગિરિ તળેટી ને કુંડ દામોદર, ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ ઢેઢ વરણમા દ્રઢ હરી ભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય...
Traditional
ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ... ઘડપણ...(ટેક) ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ,
Traditional
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે;
Traditional
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
Traditional
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;
Traditional
જશોદા! તારા કાનુડાને સાદ કરીને વાર રે; આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે?...
Traditional
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
Traditional
(તારી)પૂજા કેમ કરૂં કૃષ્ણ કરુણાનિધિ? અકળ આનંદ તો કહ્યો ના જાયે;
Traditional
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.
Traditional
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે; દૂબળા ઢોરનું કુશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે...
Traditional
વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે,
Traditional
લોભી આતમને સમજાવો રે, મારા ગુરૂજીને પુછો રૂડા જ્ઞાન બતાવે જી.
Traditional
અજવાળું હવે અજવાળું, ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું...
Traditional
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ; ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો?...
Traditional
આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો! મનને મહેતાજી કરી કામે લગાડજો!
Traditional
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી; અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી...
Traditional
હાં રે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી! લઈ જાજો તમારા ધામમાં...
Traditional
અમી ભરેલી નજરું રાખો (૨) મેવાડના શ્રીનાથજી! દર્શન આપો દુઃખડાં કાપો (૨) મેવાડના શ્રીનાથજી!
Traditional
વંદન કરૂં પ્રભુ ચરણો મા આજે (૨) કોટિ પ્રણામ કરૂં પ્રેમે રે... પ્રભુ... (૨)
Traditional
અમે તો તારાં નાનાં બાળ, અમારી તું લેજે સંભાળ... અમે તો તારાં...
Traditional
તમે મન મુકીને વરસ્યાં, અમે જનમજનમના તરસ્યાં તમે મુશળધારે વરસ્યાં, અમે જનમજનમના તરસ્યાં...
Traditional
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરીના એ નામની રે અલખના એ ધામની...
Traditional
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો! (ટેક)
Traditional
શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
Traditional
હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં… ટેક
Traditional
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે... નાહકના મરે છે બધા મથી મથી રે... કોઈ કોઈનું...
Traditional
કોઈ લાખ કરે ચતુરાઈ, કરમકા લેખ મીટે ના રે ભાઈ જરા સમજો ઉસકી સચ્ચાઈ રે...
Traditional
એ રે મારગ નથી જોવા કબીર કહે, ઈરે મારગડા નથી જોવા રે... હો... જી
Traditional
રમતાં રમતાં લડી પડે, ભૈ માણસ છે! (૨) હસતાં હસતાં રડી પડે, ભૈ માણસ છે!
Traditional
વિઘ્ન બધા હરનાર ગૌરીપુત્ર ગણેશ, સિદ્ધિ વિનાયક તારણહાર, મંગળકે કરનાર... વિઘ્ન...
Traditional
ગણપતિ વહેલા આવો શ્રી રામજીની ધૂનમાં (૨) રામજીની ધૂનમાં શ્રી રામજીની ધૂનમાં... ગણપતિ...
Traditional
ઓ દુનિયાનાં દુઃખ હરનારાં, તું જાતે દુઃખી કેમ થયો, મા-બાપને જોયા બંધનમાં, પછી ગોકુળમાં તું કેમ ગયો...
Traditional
હું તો જમનાં તીરે ગઈતી રાજ કાના હાંરે મારું મન લાગ્યું એની નજરો નજર એક થઈતી રાજ કાના હાંરે મારું મન લાગ્યું
Traditional
કહું રાજા રણછોડની વાર્તા, જ્યાંરે નાનાં હતાં ત્યાંરે ગાયો ચારતા એતો મુખ પર મોરલી ધરતા, જ્યાંરે નાનાં હતાં ત્યાંરે ગાયો ચારતા
Traditional
ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, વો તો છોરો ગોવાલ કો... (૨)
Traditional
રાધે રાધે જપો ચલે આયેંગે બિહારી (૨) આયેંગે બિહારી ચલે આયેંગે બિહારી... રાધે રાધે...
Traditional
હરિ કેરા છે હજાર નામ, એક નામ બોલો તો બસ છે ઉઘડે અંતર કેરા દ્વાર, એક નામ બોલો તો બસ છે... હરિ કેરા...
Traditional
પ્રભુ હું તો માગું એટલું આપો, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ
Traditional
હો હો રે કાન લાગે રૂપાળો (૨) લાગે રૂપાળો એ તો મોરલીવાળો...
Traditional
આવે છે રે આવે છે, ઋણ ચુકવવા રામ મારો આવે છે આવે છે રે આવે છે, રૂમઝુમ કરતો શ્યામ મારો આવે છે
Traditional
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યાં
Traditional
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય ચૂંદડી ઓઢી ને માડી નિસરયા રે, નિસરયા રે, માની ચૂંદડી લહેરાય
Traditional
મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
Traditional
નાગર નંદજીના લાલ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
Traditional
આશા ભર્યા તે અમે આવિયાં ને મારે વાલે રમાડ્યા રાસ રે,
Traditional
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર. સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય.
Traditional
જય યોગીશ્વર દત્ત દયાળ! તું જ એક જગમાં પ્રતિપાળ; અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.
Traditional
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ.
Traditional
પ્રથમ નમું શ્રી ગણેશરાય, જેને સમરે સંકટ જાય. નમું શારદા નમું મહેશ, નમું વિરંચી ને પરમેશ.
Traditional
શ્રી યોગેશ્વર જય ગુરૂદેવ, સુરવર કરે તમારી સેવ, નાના મોટા કરે પ્રણામ, મનોરથ બને સફળ તમામ.
Traditional
જગજનની હે સર્વેશ્વરી, યોગેશ્વરની યોગેશ્વરી ચરણો માંહે કરી પ્રણામ, ધન્ય બનીએ અમે તમામ
Traditional
(Spelling Error) મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ!
Traditional
સમાજના પુખ્તવયના કોઈપણ ભાઇ બહેનો સ્યાદલાના સ્વ. શ્રી સીતારામભાઇ રણછોડજીને ન ઓળખતા હોઈ એવું હું માનતો નથી. એમને આ દુનિયામાંથી વિદાય થયાને ભલે વખત વીતી ગયો હોય છતા પણ ગામમાં પ્રવેશ કરતા તેમના રમુજી અને પ્રેમાળ સ્વભાવની યાદ લોકોના સ્મૃતિ પટ પરથી આજે પણ ભુંસાઇ નથી. સદ્ગત સીતારામદાદાના એ ઓટલા પરનો બાંકડો ખાલી હોવા છતા તેઓ આજે પણ લોકોનું સ્વાગત કરવા ત્યાં બેઠા છે, એવો ભાસ થયા કરે છે. જો કે આપણી વચ્ચે તેઓ નથી પરંતુ તેમના પરિવારને એ સ્વાગતનો વારસો સોંપી જ ગયા છે, એવો મારો જાત અનુભવ છે.
Traditional
લાંબા સમયથી અમારા સ્વ. પિતાશ્રીના સ્મર્ણાર્થે સમાજ ઉપયોગી અને તેમા પણ ખાસ બહેનોને ઉપયોગી એવી કોઇ ધાર્મિક પુસ્તીકા છપાવી ને વહેંચવી એવું થયા કરતું હતું. એમના અમર આત્માને યોગ્ય ન્યાય મળે અને એમની ચીર વિદાય તથા રમુજી અને માયાળુ પ્રેમાળ સ્વભાવનું સતત સ્મરણ રહે તે માટે હમોને પૂર્ણિમાં વ્રત કથા છપાવીને સમાજમાં વહેંચી, પિતા માટેનું પુત્રીઓ તરીકેનું ઋણ અદા કરવાની શક્તિ અને પ્રેરણા પ્રભુ પાસે મળી છે.
Traditional
સંસ્કૃત શ્લોક – યં બ્રહ્માવરુણેન્દ્રરૂદ્રમરુતઃ સ્તુવન્તી દિવ્યૈઃ સ્તવૈર્
Traditional
સત્ય પુરુષાયએ નમઃ સત સુકૃતા નમઃ
Traditional
કબીર નામ દેવકી જે પુનમ મહાત્માકી જે
Traditional
સદ્ગુરૂના મુખારવિન્દથી વ્રત નિરંતર વચમાં ખંડિત થયા સિવાય અખંડ રીતે કરવું જોઇએ એવી આજ્ઞા સાંભળી ગુરૂ ધનીધર્મદાસજી સાહેબને પુછવા લાગ્યા. ધર્મદાસજી સાહેબ બોલ્યા હે દયાસિંધુ આપે જે અખંડ રીતે વ્રતનું પાલન કરવાની આજ્ઞા કરી તો એ સંબંધી લોક હિતાર્થે મારે કંઇક વિશેષ પુછવાની જીજ્ઞાસા છે તેથી પૂછુ છું. હે સાહેબ દુઃખ શોક નાના પ્રકારના વ્યાધિઓથી પરિપૂર્ણ તેમજ નાશવાન એવા આ સંસારમાં રહી નીરંતર અખંડરીતે વ્રતનું પાલન કેવી રીતે થઈ શકે. હે સદ્ગુરૂ જો આ શોચ દશામાં (સુતક)માં પુનમની તીથી આવી જાય તો તે દિવસે વ્રત કેવી રીતે થઇ શકે એ બાબતમાં નિર્ણય દર્શાવો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે ધર્મદાસજી જે તમે આ શોચ દશામાં આવેલા પુનમ વ્રત માટે નિર્ણય પુછયો છે તો એ સંબંધી તમને એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવું છું, તે સાંભળો. પહેલા કોઈ એક નગરમાં ધન ધાન્યથી રહીત એક વાણીયો સદ્ગુરૂનો દાસ (ભક્ત) રહેતો હતો તેની સ્ત્રી ઘણીજ સાધ્વી અને પતિવૃતા હતી. તેને કાંઇ સંતાન ન હતું. તે બંને દંપતિ નિયમ પુર્વક પુનમના વ્રતના પ્રભાવે સાધ્વી શુભ લક્ષણો વડે શોભાયમાન ગર્ભને ધારણ કરી પોતાના ઘરની શોભા વધારવા લાગી. એનો પતિ વેપાર અંગે કંઈક દૂર દેશાવર ગયો હતો. આવા સમયમાં સુમુખીએ પૂનેમના રોજ શુભ મુર્હતમાં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ શુભ સમાચાર સાંભળતા જ આડોશી-પાડોશીની સ્ત્રીઓ ત્યાં આવી ભેગી થઈ, અને આનંદથી પુત્ર પ્રાપ્તીની વધાઇમાં મંગળ ગીત ગાવા લાગી. સ્ત્રીઓએ તે સમયે કરવો બધો ઉચીત વીધી પૂરો કર્યો અને પ્રસુતા સ્ત્રીને ભોજન આપવાનો પ્રબંધ કરવા લાગી. સ્ત્રીઓને ભોજન માટેની તૈયારી કરતી જોઇને પુત્રની માતા તે દિવસના પુનેમના વ્રતને યાદ કરી કહેવા લાગી. પુત્રની માતા બોલી હે બ્હેનો આંજે હું કોઇપણ રીતે અન્ન લઈ શકીશ નહિ. કારણ કે આજે મારે પુનમનું વ્રત છે તે સતત એક સરખી રીતે ખંડિત થયા વગર આજ સુધી હું કરતી આવી છું. આવી રીતે વૃદ્ધિ પામેલા મારા વ્રતને હું કેવળ પુત્રને માટે છોડીશ નહિ. ભલે પછી મારો કે મારા પુત્રનો દેહપાત થાય. આજનો દિવસ ઘણોજ પુણ્યશાળી છે. કે આજેજ અત્યંત પવિત્ર પુનેમ તીથી આવી છે. એટલા માટે હે પૂણ્યવાન બ્હેનો આજે હું મનોયોગ પૂર્વક આ ઉત્તમ વ્રતનું પાલન કરીશ. હે બ્હેનો પુનેમના રોજનો વ્રત કરનાર સ્ત્રી કે પુરૂષ અન્નહારનો વિચાર સરખોએ કરવો ન જોઇએ અને પવિત્ર થઇ સત્ય તેમજ સદ્ગુરૂના નામનો નિરંતર જાપ કરવો જોઇએ. સંધ્યાકાળે પુર્ણચંદ્રના દર્શન કર્યા પછી વ્રત કરનારે વ્રતની સમાપ્તી માટે પુર્ણ વીધી કરવી. હે ધર્મદાસજી ઉપર પ્રમાણે પ્રસુતાનું કથન સાંભળી સ્ત્રીઓ તેને કહેવા લાગી. સ્ત્રીઓ બોલી હે મંદભાગીની આ શું બોલી રહી છે. આ અસુચી સુતકની દશામાં વ્રત કેવી રીતે થઈ શકે. અશોચ દશામાં ઉપવાસ વિગેરે કેવી રીતે થઇ શકે. ઉપવાસ અને શુભ કાર્યો નહિ કરવા જોઇએ આ લોકરીતનું ઉલંઘન કરવા કેમ તત્પર થઈ છે. એ વિવેકવાળી સુભાગી બીજી પુનેમ આવે ત્યારે તારે વ્રત કરી લેવું કે જ્યારે તું આ અશોચમાંથી પણ નીકળી જઇશ. આ પુત્રરૂપી માંસપીંડ બહાર આવવાથી તારૂં પેટ ખાલી પડી ગયું છે. તે જો જલ્દીથી અન્નપૂર્ણ નહિ કરવામાં આવશે તો તારૂં મરણ થશે. અર્થાત આ વખતે ખોરાક લેવો જરૂરી છે, માટે બીજી બધી વાતો પડતી મૂકી ખોરાક લેવાનું કબુલ કર. એટલા માટે કે સુમુખી તું તારા આ બાળકની હીત ખાતર પોતાના શરીરને દૃઢ રાખવા માટે તારે યોગ્ય ભોજન બનાવરાવ. આ પ્રમાણે એ સ્ત્રીઓને સાંભળી દૃઢ વ્રતવાળી પુત્રની માતા પોતાની સંભાળ રાખતી રહી અને શુભ વચન કહેવા લાગી. પુત્રની માતા બોલી હે બ્હેનો અશોચમાં વ્રત નહિ કરવું જોઇએ એ તમારી વાત મને સર્વ રીતે માન્ય છે. પરંતુ આ અશોચના નિર્ણય સંબંધે હું તમને એક વાત પૂછું છું. તો તમે બતાવી શકો છો કે શરીર તથા આત્મા આ બંનેમાં શુદ્ધ કોણ છે અને અશુદ્ધ કોણ છે. તત્વ દર્શી મહાત્માઓ તો પુરાતન આત્માને સર્વ અવસ્થાઓમાં શુદ્ધ જ બતાવે છે. એટલું નહિ પરંતુ વેદ તથા શાસ્ત્રોમાં પણ આત્માને શુદ્ધ જ બતાવેલો સાંભળવામા આવ્યો છે. હવે રહ્યો દેહ તે તો મળ, મુત્ર, માંસ, રૂધીર, હાડકા, ચામડાં વિગેરે અસુચી અશુદ્ધ પદાર્થોના સમુહરૂપે તેમજ નવે દ્વારાએ સર્વદા દુર્ગન્ધી પૂર્ણ હોવાને કારણે તેમાં કેવી રીતે અને કયા પ્રકારની શુદ્ધતા રહી શકે છે. એટલા માટે હે સખીઓ! જેના ભાવ (અંતઃકરણ) શુદ્ધ છે તે હંમેશા શુદ્ધ જ છે, તેથી હે બ્હેનો દેહ અશુદ્ધ છે તો પણ મારો આંતરીક ભાવ તો સર્વદા શુદ્ધ જ છે. જરા બતાવો તો ખરા કે જો કદાચ અસુચી પણામાં દેહ છૂટી જાય તો આ જીવની કેવી દશા થાય. શુદ્ધ આચરણ વીના આ આત્મા ક્યાં જઇને વાસ કરશે વળી તમે અન્ન નહિ લેવાથી મોટા સંકટની વાત કરો છો તો તેટલા સારૂં જલ્દીથી અન્ન, જળ લેવાનો આગ્રહ કરો છો, તો બ્હેનો સાંભળો સુખમાં તો સૌ કોઈ ધર્મચરણમાં તત્પરતા બતાવે છે પરંતુ તે જીવોને જ ધન્યવાદ છે કે જેઓ અત્યંત સંકટમાં આવી પડયા છતાં પણ પોતાનું વ્રત છોડવા કદી પણ તૈયાર થતાં નથી, આજે પુનમના દિવસે જ પુત્ર રત્નની પ્રાપ્તી થઈ છે તે મને શત્રુ જેવી લાગે છે. એટલા માટે એની ખાતર જ હું મારૂં પોતાનું અખંડ વ્રત કદી પણ ખંડિત થવા દઈશ નહિ. મારી આ ઈચ્છા સદ્ગુરૂ પુર્ણ કરવાવાળા છે, સાંભળો જો કે આજે પુનેમ છે. તેથી મન લગાડી હું વ્રત કરીશ. અકાળ વૃથા હું મારા નિયમનું ઉલંઘન કરીશ નહિ. હર હંમેશથી મારૂં આ પુનમનું વ્રત અખંડ ચાલતું આવ્યું છે. હે સુકેશી! બ્હેનો સદ્ગુરૂ પ્રત્યેના આ અખંડ પ્રેમને હું એકાએક વચમાં કેવી રીતે છોડી શકું વળી તમારા કહેવા માત્રથી ભક્તિ મુક્તિ બંનેને આપનાર તથા કેટલાએ વર્ષોથી નિરંતર એક સરખી રીતે વચમાં ખંડિત થયા સિવાય ચાલતું આવેલું આવું ઉત્તમ વ્રત હું કેમ કરી છોડી શકું. હે બ્હેનો તમે તો આ ઘણી નસારી મતી સુઝારી કે જે મને સીધી નરકમાં ઘસડી જાય. હું તમારા કથન કદી પણ માનીશ નહિ. સદ્ગુરૂ મારી સહાયતા કરશે. આ પ્રમાણે સદ્ગુરૂ કબીર ધની ધર્મદાસજી સાહેબનો કથાનો પૂર્ણિમા વ્રત કથાનો અશોચ સમયનો વ્રત વિવેચના નામનો અધ્યાય બીજો પૂરો થયો. બોલો કબીર સાહેબકી જય.
Traditional
આ પ્રમાણેની વાર્તાલાપમાં જ સૂર્ય ભગવાન અસ્થાચળની આડમાં પહોચી ગયાં. અને સોળે કલાપૂર્ણ ચંદ્રનો ઉદય થયો. તેમજ પતિવૃતાનું વ્રત પણ પુરૂં થયું. તે વખતે પુત્રની માતાએ પૂજાની સામગ્રી તૈયાર કરવાનું સખીઓને જણાવ્યું. સ્વચ્છ પાત્ર થાળ વિગેરેમાં નાળીયેર વિગેરે શુદ્ધ પુજનની સામગ્રી મુકાવી વ્રતમાં નિષ્ઠાવાળી પુત્રની માતા સદ્ગુરૂના ધ્યાનમાં નિમગ્ર બની. હે ધર્મદાસજી તેજ શુભ અવસરે ઘરની બહાર દ્વાર આગળ બે સંતો આવી ઉભા રહ્યા, અને તેમણે મોટા સ્વરે સત્ય કબીરનો ઉચ્ચાર કર્યો. હર હંમેશનો પરીચીત સત્ય કબીર શબ્દ સાંભળતા જ પતિપરાયણ અને ધર્મપરાયણ પુત્રની માતા તરત જ પથારીમાંથી ઉભી થઈ ગઈ અને પોતાની સખીઓને સંતોનો સત્કાર કરવાનું કહેવા લાગી. સંતોને ઘરમાં બોલાવી તેમજ સુંદર આસન બીછાવી અપાવીને બેસાડ્યા પછી પુત્રની માતાએ સંતોની સન્મુખ આવી બંદગી ભાવ કર્યો. બંને સંતોનું ચરણામૃત લેવડાવી સાધ્વીએ પોતે ચરણામૃત લીધું અને બાકીનું ઘરમાં છંટાવી દીધું. સદ્ગુરૂના પ્રેમમાં તલ્લીન બનેલી પુત્રની માતા વારંવાર સંતોને બંદગીભાવ કરી કહેવા લાગી આજે મારૂ વ્રત પરિપૂર્ણ થયું વળી સંતોના દર્શનનો અપૂર્વ લાભ મળ્યો. આ પ્રમાણે પુત્રની આશા છોડીને તે પતિવ્રતા સંતોની સન્મુખ બેસી રહી. અને બંને મહાત્માઓ નિજ સ્વરૂપમાં સ્થિતિ કરી સત્ય પુરૂષનાં ધ્યાનમાં લીન થયાં. હે ધર્મદાસજી વ્રતમાં નીષ્ઠાવાન તેનો પતિ પણ ઘણું દ્રવ્ય તેમજ અનેક પ્રકારના રત્નો વિગેરે લઇ વેપારમાંથી તેજ વખતે ઘેર પાછો આવ્યો. વ્રતનિષ્ઠા વણિક સંતોને જોઇ ઘણો પ્રસન્ન થયો અને પોતાના ઘરને ધન્ય માનવા લાગ્યો. સંતોને બંદગી ભાવ કરી તે પણ તેઓની સન્મુખ બેસી ગયો. તે આખી રાત્રી તેમણે આવી રીતે સદ્ગુરૂના ભજન ધ્યાનમાંજ ગાળી. સવારે પુત્રની માતાએ પોતાની સખીઓની સાથે રસોઈ તૈયાર કરવા લાગી. ધ્રુત પક્વ (પૂરી) વિગેરે મિષ્ટાન શીરો વિગેરે તેમજ ખીર વિગેરે પકવાન તૈયાર કરવામાં આવ્યા. રસોઇ તૈયાર થતાં ભક્તે હાથ જોડી સંતોને પ્રાર્થના કરી કે સાહેબ રસોઇ તૈયાર છે અને પારસ કરવા માટે આજ્ઞા મેળવી ત્યાર પછી સખીઓએ તૈયાર કરેલા સુંદર થાળ સંતો પરમપુરૂષ પરમાત્માને અર્પણ કરવા લાગ્યા. મૃદંગ શંખ મંજીરા વિગેરે વાંજીત્રો સાથે અર્પણ શબ્દ બોલી સત્ય પુરૂષને ભોગધરાવવામાં આવ્યો. ત્યાર બાદ ઘણા પ્રેમ પૂર્વક વ્રત કરનાર ભક્તે બંને સંતોને પ્રસાદ લેવડાવ્યા. પછી તેમના થાળનો બચેલો અમૃત પ્રસાદ સ્વાહાર કર્યો. વ્રતવાળી પુત્રની માતાએ પણ સંતોનો શેષ પ્રસાદ ગ્રહણ કરી વ્રતનું પારણું કર્યું. ત્યાર પછી સંતજનોએ ભોજનથી પરવારી સહિત પ્રાર્થના સાથે સત્ય પુરૂષ પરમાત્માના સ્મરણ ભજનમાં ફરીથી લવલીન થયાં. હે ધર્મદાસજી તે બંને પતિ પત્નિના શુદ્ધભાવને જોઇ દયાનીધી સત્ય પુરૂષ અત્યંત પ્રસન્ન થયાં અને પુત્રની માતાના સમગ્ર દૈહીક કષ્ટો દૂર કર્યા. તે બંને વતી સ્ત્રી પુરૂષની ભૌતિક તથા દૈહીક બધી પીડાઓ સમૂળ નષ્ટ થઇ ગઈ અને પુનમ વ્રતના પ્રભાવે તેમનું ઘર ધન ધાન્યથી તથા જનગણથી પૂર્ણ બન્યું. આ પ્રમાણે પુત્ર સહીત બંને સ્ત્રી પુરૂષ આ લોકના સમગ્ર સુખોનો ઉપભોગ કરી પોતપોતાના શરીરનો અંત થતાં સંત લોકવાસી થયા. એટલા માટે હે ધર્મદાસજી જે સદ્ગુરૂનો દાસ ભક્ત હંસ છે તે હંમેશા શુદ્ધ અંતઃકરણવાળો હોય છે. કેમકે જે કાંઇ અશુદ્ધપણું હોય છે તે બધુ સદ્ગુરૂનો ઉપદેશ ગ્રહણ કરતી વખતે તૃણાપર્ણ સંસ્કારવેળા એજ દુર થઈ જાય છે. હે ધર્મદાસજી! આ પ્રમાણે સદ્ગુરૂની સદ્ભાવનાથી આરાધના નિસ્પૃહ ભક્તજનો આ પૃથ્વી પર ખરેખરા દુર્લભ હોય છે. એમ તો ભાદરવા મહિનામાં ઘણી નાની નાની નદીઓ જળથી ભરપુર થઈ ઘણા વેગથી વહેતી હોય છે. પરંતુ વખાણવા લાયક તો તેજ નદી કે જે ભર ઉનાળામાં પ્રબર તાપમાં પણ સુકાઇ જતી નથી. હે વણીક શ્રેષ્ઠ ધર્મદાસજી! આ પ્રમાણે જે સહન શક્તિવાળો સજ્જન ભક્ત અનેક સંકટોનો સામનો કરતો રહી પોતાના ધર્મ ઉપર દૃઢ કાયમ રહે છે તો જન્મ મરણના ભયમાંથી આજથીજ મુક્ત છે. એમ જાણવું. ક્ષમારૂપી ખેતરમાં ભક્તિરૂપી સત્ય સનાતન બીજ વાવવું. અર્થાત અનેક સંકટો આવવા છતાં પણ ક્ષમા વડે તેમનો સામનો કરતા રહી ભક્તિની ટેક ઉપર આસર રહેવું. ભલે પછી સમય મળતા આખુ બ્રહ્માંડ કેમના સુકાઈ જાય પરતું ભક્તરૂપ બીજ કદી પણ નષ્ટ થતું નથી. હે ધર્મદાસજી મેં તમને આ વ્રત કરનાર સ્ત્રી પુરૂષનો ઉત્તમ પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવ્યો હવે આગળ ઉપર જે કાંઇ શંકા હોય તે જણાવો તેનું પણ સમાધાન કરીશ. સંસારમાં જે કોઈ સજ્જન ભક્તિપૂર્વક આ પવિત્ર ઇતિહાસને સાંભળશે તેઓ નિઃસંદેહ સંપત્તિ ધનધાન્યથી તેમજ સંતતિ વડે સંપન્ન થશે. આ પ્રમાણેનો સદ્ગુરૂ કબીર ધની ધર્મદાસ સાહેબનો પૂર્ણિમા વ્રત નામનો અશોચ સમયનો વણિકના વૃતાંતનો ત્રીજો અધ્યાય પૂરો થયો. શ્રી સદ્ગુરૂ દેવકી જય. પુનમ મહાત્મય કી જય. ૐ
Traditional
સદ્ગુરૂના પૂર્વોક્ત વચનામૃતનું શ્રવણ કરી ધર્મદાસજી અત્યંત ખુશી થયા અને ચરણોમાં મસ્તક નમાવી આનંદથી ગદ્ગદ્ બની કહેવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે સ્વામી આપની દયાથી હું વ્રતનું રહસ્ય જાણી શક્યો. હવે હું એનો મહિમાં સાંભળવા માગું છું. આપના અમૃત તુલ્ય વચનો સાંભળતા મને સંતોષ થતો નથી. અર્થાત હરદમ સાંભળ્યા જ કરૂં એમ થાય છે. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે ધર્મદાસજી તમે જીવોના કલ્યાણ સારૂં આ ઘણો સુંદર પ્રશ્ન કર્યો છે. ખરેખર પુનમનું મહાત્મય આ ભવસાગરમાંથી પાર ઉતારનારૂં છે. તેમ નિશ્ચયપૂર્વક સમજો કે આ પુનમ વ્રત બધા પ્રકારના વ્રતોમાં શ્રેષ્ઠ છે. તેમજ સંસારરૂપ બંધન ને તોડી વ્રત કરનારને મુક્તપદે પહોંચાડનારૂં છે. હે ધર્મદાસજી કરોડો તીર્થમાં સ્નાન કરવાથી જે પૂર્ણ મળે તેવી રીતે સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરવાથી જે કાંઇ લાભ મનુષ્યને મળી શકે છે તે બધા ફળ શુદ્ધ ભાવે એકજવાર પુનમનું વ્રત કરનારને સહેજે પ્રાપ્ત થાય છે. વળી દેહાંતે તેને મુક્તિ પણ મળી રહે છે. ખરેખર આ વ્રત ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનારૂં છે. તે સાથે પૂર્ણને આપનારૂં છે. અને દુઃખ અને દરિદ્રને નાશ કરનારૂં છે. હે વિષય કુલ ભુષણ આ વ્રત સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારૂં છે. તેમજ સુકૃત એટલે પૂણ્યના કર્મોથી વૃદ્ધિ કરનારૂં છે. વળી શુદ્ધ આચરણથી જન્મ મરણને ટાળનારૂં છે. જો કોઇ સ્ત્રી કોઇએ કર્મના પ્રભાવે વંધ્યા હોય તો અને તે જો મન લગાડી આ વ્રતને કરે તો હે ધર્મદાસજી સહેજે જ કુળનો ઉદ્ધાર કરનાર ભક્તિવાન સુપુત્રને જન્મ આપે છે. વળી આ વ્રતના પ્રભાવે કરી મહા રોગો જેવાં કે કોઢ વિગેરે તેમજ દરેક પ્રકારના અભિયોગો વિગેરે દૂર થાય છે. જેવી રીતે પ્રજ્વલીત અગ્નિ લાકડાના ઢગલાને બાળીને ભષ્મ કરે છે. તેવી રીતે આ વ્રતના પ્રભાવે પાપોનો ઢગ નષ્ટ કરે છે. ઉપર પ્રમાણે પુનમ વ્રતનો મહીમા સાંભળી ધર્મદાસજી સંશ્યાકુળ થઈ ફરીથી સદ્ગુરૂને પુછવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે સ્વામી આવી સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનાર આ વ્રત મૃત્યલોક માનવીઓ કેમ કરતા નથી. સંસારમાં એકાદશી વિગેરે અનેક વ્રતો મનુષ્યો કરે છે. તો પછી એવું કયું કારણ છે કે પુનમના વ્રત તરફ તેઓ ધ્યાન આપતાં નથી. હે સદ્ગુરૂ મારા મનનો આ સંશય મને વ્યાકુળ બનાવી રહ્યો છે. તો હે ભવસાગરમાંથી પાર ઉતારનાર દયાળુદાતા સદ્ગુરૂ મારી શંકા દુર કરો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે ધર્મદાસજી! સાંભળો આ સંસાર ઘણો વિચિત્ર છે. આ સંસારના લોકો ઘણું કરીને સાચાં માર્ગથી અને ઉલટા રસ્તે એટલે કુમાર્ગે ચાલનારા છે. જો કે સંસારમાં ઘણા સરળ અને કઠણ વ્રતો છે. પરંતુ તે બધા આ વ્રતની સોળમી કળાની પણ બરાબર કરી શકે તેમ નથી. હે ધર્મદાસજી નાના વિદ્ય વિચિત્ર ફળોને આપનારા અનેક વ્રતો આ સંસારમાં છે. પરંતુ નિવૃતી (મોક્ષ) આપનારા તે બધામાં એકે નથી. એટલા માટે હે સુકૃત જેમને મોક્ષની ઇચ્છા હોય તો બીજા બધા વ્રતોની આશા છોડી દઇ કેવળ એક પુનેમનું વ્રતજ કરવું જોઇએ. આ સંસારમાં ચોવીસ અગિયારસો છે અને તેના ફળો પણ ચોવીસ છે. મુસલમાનોના મઝહબમાં ત્રીસ દિવસનું રોજા નામનું વ્રત છે. પરંતુ તેનું ફળ પણ અવિનાશી નથી. કેમકે તે પણ ફરીથી ગર્ભવાસમાં નાખનારૂં છે, આ સંસારમાં જેવા જેવા ફળની ઈચ્છા હોય છે તેવા તેવા ફળને આપનારા વ્રતનું આચરણ લોકો કરે છે. પરંતુ હે ધર્મદાસજી મોક્ષ માર્ગને દર્શાવનાર અને એટલેજ દુષ્કરો પુનેમનું વ્રતનો અધિકાર કોઇ વીરલોજ નીકળે છે. હે ધર્મદાસજી! અને આ માર્ગ તલવારની ધાર સમજો અને જે કોઈ આ વિકટ માર્ગે વળશે, તે જરૂર મુક્તિનો ભાગીદારી બનશે. હે ધર્મદાસજી પ્રથમારંભમાં અમર પુરૂષ સત્ય પુરૂષે સોળ સુતો ને પેદા કરી તેમને પુનેમ વ્રતનો ઉપદેશ આપ્યો હતો. વળી આ પુનેમ બધા વ્રતોનુ મુળ છે. એના સિવાયના બીજા બધા વ્રતો એના ડાળ પાંખડા છે. વણીક શ્રેષ્ઠ ધર્મદાસજી સદ્ગુરૂના ચરણવિંદમાં મસ્તક નમાવી કહેવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે દયાળુ આપને ધન્ય છે તેમજ આપે બતાવેલા વ્રતને પણ ધન્ય છે. વળી પુનમ વ્રતની આરાધના કરનાર એવા હંસજનોને પણ ધન્ય છે. હે સદ્ગુરૂ સ્ત્રીપુરૂષ બંનેવે એક સાથે વ્રત કરવું જોઇએ કે બંનેમાંથી કોઈ એક જણ વ્રત કરે તો બંનેના વ્રતના ફળની પ્રાપ્તિ થઇ શકે છે. હે બંદીછોડ સાહેબ આપ ભક્તોના ત્રણે તાપોને નિવારણ કરનારા છો અને પૂર્ણ દયાળુ છો. એટલા માટે હું આપને આ પુછી રહ્યો છું. આનો ઉત્તર આપવાને સમર્થ છો. સદ્ગુરૂ સાહેબ બોલ્યા હે ધર્મદાસજી તમે સ્ત્રી પુરૂષે કરવાના વ્રત સંબંધે ઘણોજ ઉત્તમ પ્રશ્ન પુછ્યો છે. હે સુકૃત એકાગ્ર ચિત્તે સાંભળો હું એનો પણ નિર્ણય તમને કહી સંભળાવું છું. હે ધર્મદાસજી જે સ્ત્રીને યજ્ઞમાં પુરૂષ ગ્રહણ કરે છે તેમજ પતિની સાથે જેનો સંબંધ છે. પંચ તથા પરમાત્માને સાક્ષી રાખી જોડવામાં આવે છે એવી સ્ત્રીને પુરૂષનું અર્ધુ અંગ ગણવામાં આવી છે. અને એટલા માટે એનું વામાગી નામ પાડ્યું છે. આ સ્થળે યજ્ઞ શબ્દ કરી વિવાહ વીધીનું ગ્રહણ થયેલું છે. આ સંસારમાં જે સ્ત્રીનુ પાણી ગ્રહણ થયું હોય તેજ પુરૂષની સહધર્મણી કહી શકાય છે. આ પ્રમાણેની વિવાહીત સ્ત્રી જો પતિવૃતા હોય તો જ્યાં સુધી દેહમાં પ્રાણનો વાસો રહે ત્યાં સુધી પતિદેવની આજ્ઞાનું કદી ઉલંઘન નથી કરતી તેમજ પુરૂષ પણ એવી રીતે એક પતિવૃતને પાળનાર હોય તો બંને દંપતિ કહેવાય છે અને એકબીજાના અર્ધાંગના ગણાય છે. અર્થાત પુરૂષનુ ડાબુ અંગ, સ્ત્રીનું જમણું અંગ પુરૂષ અંગ તરીકે ઓળખાય છે. આવા પ્રકારના દંપતિમાંથી કોઇ એક આ ઉત્તમ વ્રતનું પાલન કરશે તો હે ધર્મદાસજી તમે નિશ્ચયપૂર્વક જાણો કે એ વ્રતના તે બંને ભાગીદાર બને છે. અને તે જો બંને સાથે વ્રત કરે તો પછી તેના પુણ્યની અવધીશી અર્થાત અનંત પુણ્ય થાય છે. નિશ્ચયપૂર્વક તેઓ સંપતિથી તેમજ સંતતીથી સંયુક્ત બને છે એમાં જરાપણ સંદેહ નથી. જે સ્ત્રી પુરૂષ અતિથી સેવામાં તત્પન રહી ત્રણે પ્રકારની હિંસાથી દુર રહે છે અર્થાત કોઇ પણ પ્રાણીને પોતાના તરફથી ક્લેશ આપતા નથી તેમજ પ્રાણીમાત્રને પોતાના આત્માસમાન સમજી ઉત્તમ માનવ ધર્મને ધારણ કરે છે. ભુખ્યાને અન્ન, તરસ્યાને નિર્મળ એટલે પાણી અને વસ્ત્રહીનને સુંદર વસ્ત્ર આપે, શરણાગતની રક્ષા તથા દીનજનો ઉપર પુત્રના સમાન પ્રેમ રાખે છે તેમજ અભ્યાગતનું મધુર વચનો વડે સ્વાગત કરે છે. હંમેશા સત્યનામ સુમરણ ભજનમાં ધ્યાન મગ્ર રહે છે. હે ધર્મદાસજી આવાજ ગૃહસ્થાશ્રમી સ્ત્રી પુરૂષ દેહ છોડ્યા પછી જરૂર સત્ય લોકના અધિકારી બને છે. આ મારો દૃઢ મત છે. એ સિદ્ધાંત છે. આ પ્રમાણે સદ્ગુરૂ કબીર અને ધની ધર્મદાસ સાહેબના સંવાદનો પૂર્ણિમાં વ્રત કથાનું મહાત્મન તથા દંપતિવૃતનો ફળીઆ નામનો ચોથો અધ્યાય પૂરો થયો. સદ્ગુરૂ દેવકી જય.
Traditional
વ્રત સંબંધી સંપૂર્ણ નિર્ણય જાણવાની તીવ્ર જીજ્ઞાસા ધરાવનાર શ્રેષ્ઠ બુદ્ધિશાળી બાંધવાગઢ નગરીના સર્વ શ્રેષ્ઠ ધનપતિ ગુરૂ ધની ધર્મદાસજી સાહેબને પુછવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે દયાળુ સ્વામી વ્રતને સારૂં આપે જે પુનેમ બતાવી તે ચૌદશવાળી હોવી જોઇએ કે પૂર્ણચંદ્ર યુક્ત પુનેમ હોવી જોઇએ. અર્થાત કયા દિવસે પુનેમ હોવી જોઇએ તે કૃપા કરીને નિર્ણય કરી સમજાવો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા ધર્મદાસજી સાંભળો. વ્રતને માટે કઇ પુનમ ઉત્તમ છે એ સંબંધમાં સત્ય પુરૂષના વચનોનુસાર તેનો નિર્ણય કહી સંભળાવું. વ્રત સારૂ પડવા યુક્ત પુનેમ નીધ છે, એટલે તજવી અને ચૌદશવાળી પુનેમ ઉત્તમ કરવાવાળી રહેલી છે. એટલા માટે વ્રત કરનારે પડવાનો ભાગ આવતો હોય તે સર્વથી ત્યાગ કરવો. જો અર્ધી રાત સુધી પૂર્ણચંદ્રના દિવસે પુનેમ પહોંચતી હોય તો હે ધર્મદાસજી તે દિવસે વિવેકી જનોએ એ પુનેમ વ્રત કરવું. વ્રત માટે એવો નિર્ણય છે કે શિયાળામાં ઓછામાં ઓછી બત્રીસ ઘડી અને ઊનાળામાં ચાલીશ ઘડી પુનેમ હોવી જોઇએ. અને બને ત્યાં સુધી પુનેમના વ્રતીએ પુનેમમાં પુજન કરી લેવું જોઇએ. એ ધ્યાનમાં રાખવું કે પુજનના વખતે પડવાનો વેધ ન થવા પામે અથવા પડવાના ભાગમાં પુજન કદાપી કરવું નહિ. વળી હે ધર્મદાસજી દિવસનો પહેલો અર્ધો ભાગ એટલે બપોર સુધી ચૌદશ હોય અને બાકીના ભાગમાં પુનેમ હોય તો આ યોગ પુનેમના વ્રત માટે ઘણોજ ઉત્તમ છે, તો પુનેમના દિવસે પુનેમ છોડી તેના આગલા દિવસે એટલે ચૌદશના રોજ વ્રત કરી લેવું, પરંતુ પૂજન તો પુનમ લાગે ત્યારે જ કરવું. કેમ કે વ્રત કરનારે પુનેમનું પૂજન તો હંમેશા પુનેમની તિથિમાં જ કરવું ઉચીત છે. ચૌદશ કે પડવામાં કરવું નહિ. ધર્મદાસજી બોલ્યા હે દયાળુ સદ્ગુરૂ પુનેમનું પૂજન કેવી રીતે કરવું તે હવે બતાવો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે ધર્મદાસજી હવે હું પુનેમની પુજન વિધિ બતાવું છું. જે મન વચન કર્મથી તે પ્રમાણે ચાલનારને મન વંચિત ફળ આપનાર છે. હે ધર્મદાસજી પ્રથમ સફેદ વસ્ત્રનો ચંદરવો (છતનું કપડું) બાંધવો અને તેની નીચેની જમીન ધોળી માટીથી લીપી નાખવી. ચંદ્રનો ઉદય થયા પછી પુનમની તીથીમાં વ્રત કરનારે પૂજા વીધી શરૂ કરવી. લીપેલી જમીન ઉપર સફેદ ચંદરવા નીચે ધઉં કે ચોખાનો સુંદર ચોક પુરવો. પૂર્વ દિશામાં જળપૂર્ણ કળશ ઉપર પાંચ બત્તીનો દીવો કરવો. ચંદરવો તથા કળશને આંબા કે આસો પાલવના પાંદડાઓથી સુશોભીત બનાવવો. પૂજા કરનાર વ્રતીએ ચોકા પર સ્વચ્છ કેળનું પાંદડું મુકવુ તેમજ સારા પાણીદાર પાંચ નાળિયેર કેળનાં પાન ઉપર ગોઠવવા. વળી ઉત્તમ નાગરવેલના પાન ધોવડાવી મુકવા અને શ્રદ્ધા પુર્વક સવાયાના હિસાબે ઉત્તમ નૈવેધ તૈયાર કરી અષ્ટમેવા તેમજ કદલી (કેળા) ફળની સાથે ચોકમાં મુકવા. વ્રત કરનારે જે જે ઋતુમાં થતાં સ્વાદિષ્ટ ફળ તથા સુગંધીવાળા પુષ્પો પણ પુજામાં મુકવા. સારૂં જરૂર મંગાવી ચોકમાં મુકવા જોઇએ. ગાયના દૂધનું અમીદની એટલે ચરણામૃત બનાવવું. ગાયના ઘીનો દીવો ચેતાવવો તેમજ સુગંધી યુક્ત ધુપ અગરબત્તી વિગેરે બધી સાધન સામગ્રી તૈયાર કરવી. પુજનની સઘળી સામગ્રી તૈયાર થયા પછીથી પુનેમ વ્રત કથાના ગ્રંથની સારી રીતે શણગારેલી ગાદી ઉપર સ્થાપના કરવી અને કથા શ્રાવણ માટે, ભક્તો, જ્ઞાતિ, ભાઇઓ તથા કુટુંબીજનોને પ્રેમભાવ સાથે તેડી લાવવા. નજીકના રહેવાસી સંત મહાત્માઓને આમંત્રણ પૂર્વક તેડાવી તેમને ઉત્તમ આસનો આપવા તેમજ ગુરૂ તથા મહંત સાહેબોને સન્માનપૂર્વક બોલાવી તેમને સ્વચ્છ અને સારી ગાદી બીછાવી પધરાવવા અને ભક્તિ પૂર્વક તેઓના ચરણ કમળો ધોઇ તેમજ હાથપગ ધોઇ નમ્રતાપૂર્વક ચંદન પુષ્પ વિગેરેથી તેઓની પૂજા કરવી અને ત્યાર પછી કથાનો આંરભ કરવા માટે પ્રાર્થના. હે ધર્મદાસજી એ દિવસે જો ગુરૂ અગર બીજા મહંત સાહેબ કે યોગ્ય સાધુ હાજર ન હોય તો વ્રતીએ પોતે સારા મધુર સ્વરે વિવેચન સાથે વ્રતની કથા કહી સંભળાવવી. કથાના અંતે મૃદંગ વિગેરે સારા વાજીંત્રોના મધુર સ્વર સાથે સાધકવૃત્તિએ બીજા સતસંગીઓ સહીત મંગળ પૂર્ણિમાસીનો મંગળ વિગેરે શબ્દો ગાવા. ત્યાર પછીથી ગુરૂ તેમજ પધારેલા સંત મહાત્માઓની યથાવિધી ભેટપૂજા કરવી અને ચરણામૃત લેવું અને અગરબત્તી, કપૂર સાથે ફુલ ચઢાવી બત્તી સળગાવી આરતી ઉતારવી. જો તે વખતે નાળિયેર મોરી શકે તેવા મહંત પુરૂષ હાજર હોય તો તેમણે નાળિયેર મોરવું, નહિ તો વ્રતીએ પુજાના નાળિયેર મુકી રાખવા અને જ્યારે કોઇ યોગ્ય મહંત પુરૂષ આવી ચઢે ત્યારે મોરાવી લેવા. બાદમાં શંખ, ઘડિયાળ, નગારૂં વિગેરે વગાડી તેમજ મૃદંગ વિગેરે તાલ ભોગ લગાડવો. ભોગ શબ્દ સત્ય પુરૂષને નૈવેદ ધરાવવું અને ભોગ લગાવ્યા બાદ વ્રતીએ ગુરૂ સાધુ તેમજ અન્ય સ્વજનોને ભક્તિ ભાવ સાથે વંદન કરી પ્રસાદ વહેંચવો. આ પ્રમાણે દરેક માસે પુનેમ વ્રતનું આચરણ કરનાર પુરૂષને મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. હે ધર્મદામજી તમે નિશ્ચયપૂર્વક માનશો કે મારૂં વચન કદાપી મીથ્યા હોતુ નથી. સદ્ગુરૂના મુખાર્વિન્દથી ઉપર પ્રમાણેની પુજાવિધિ સાંભળી ધર્મદાસજી હર્ષ યુક્ત થઈ સદ્ગુરૂના ચરણ કમળોને નમન કરીને બંને હાથ જોડી કહેવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે બંદીછોડ હવે હું એ પુછવા ઇચ્છું છું કે આ વ્રતના પારણાની વિધિ કેવી રીતે કરવી. તે કૃપા કરીને કહો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે બુદ્ધિશાળી અને ધનવાનોમાં શ્રેષ્ઠ સૃહુત તમે સાંભળો હું મારા પોતાના સત્ય મતને અનુસરી પારણાની વીધી બતાવું છું. હે ધર્મદાસજી વ્રતના પારણા કરવા માટે દૂધ તથા સાકર મેળવી ચોખાની ખીર બનાવરાવવી. વળી ઘીમાં પૂરી કરાવવી. ઉપર પ્રમાણે સાત્વીકતાથી ઉત્તમ વ્યંજનો સાથે ભોજન તૈયાર કરી ભક્તિવાન વ્યક્તિએ બધી સામગ્રી વડે સત્ય પુરૂષને ભોગ લગાવવો. ઘેર પધારેલા ગુરૂ તેમજ સંત સાધુઓને સર્વ પ્રથમ ભોજન કરાવવું. પ્રેમથી પ્રસાદ લેવડાવવો અને ત્યાર પછી વ્રતિએ સંતગુરૂનો શીત પ્રસાદ ગ્રહણ કરવો ત્યાર પછી નાગરવેલના પાન વિગેરે ગુરૂ તેમજ સંત મહાત્માઓને આપવા અને પછી પોતે ભોજન માટે આજ્ઞા લેવી. હે ધર્મદાસજી બુદ્ધિમાન હંસજનોએ ભોજન કરવું જોઇએ અને ચંદ્રલગ્નમાં () ધ્યાન ધરવું જોઇએ. આ પ્રમાણે હરહંમેશ સત્ય પુરૂષની ભક્તિ તથા ભજન સ્મરણમાં લીન રહેવું. જો કદાચ ગુરૂ તેમજ સંત મહાત્માઓ કોઈ વખત ન મળે તો કોઇ ગરીબ માણસને ભોજન કરાવવું પરંતુ ચોરની માફક પોતે એકલાએ ભોજન કરવું નહિ. હે ધર્મદાસજી પાપોના સમુહનો નાશ કરનારી આ પુનમ વ્રતની કથા મેં તમને કહી સંભળાવી તે તમારે ભક્તજનોને જ કહેવી. જે કોઇ પુરૂષ હરહંમેશ સ્નાનથી પરવારી શુદ્ધ થઇ નિયમ પૂર્વક આ પવિત્ર કથાનો પાઠ કરશે, હે ધર્મદાસજી, તે સુખ પૂર્વક ચોર્યાસી લાખ યોનિઓના સંકટમાંથી બચી જશે. જો દરરોજ ૧ (એક) બની શકે તો પુનેમના રોજ તો અવશ્ય આનો પાઠ કરવો. પુનેમના દિવસે જે કોઇ આનો પાઠ કરશે, અગર સાંભળશે કે સંભળાવશે તે શ્રેષ્ઠ પદને પહોંચી શકશે. હે ધર્મદાસજી પુનેમનું મહાત્મય કેટલું કહીએ એના મહિમાના વિસ્તારનો અંત જ નથી. જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે એટલા માટે મે થોડામાં વર્ણન કીધું છે. પુનેમના વ્રત કરી અને તેના પ્રભાવે સત્ય લોકની ચારે બાજુ હંસોની સૂરતી ઉધ્વમુખ થતી જોઈ બ્રહ્માદી દેવ ઘણા આશ્ચર્ય પામતાં હંસોના ગૂણ ગાય છે. સદ્ગુરૂ કબીર સાહેબે કથન કરેલા આ પુનેમ વ્રતને ધન્યવાદ છે કે ઉપાસકો દરેક પ્રકારના યમરાજના પાસામાંથી બચાવીને સીધા સત્ય લોકમાં પહોંચાડે છે. જેઓએ આ કઠણ વ્રતનું પાલન કર્યું છે તેવા સજ્જનોને ધન્યવાદ છે. કે જેમણે લોકલાજને ધૂતકારી કાઢી સદ્ગુરૂના ચરણ કમળનો આશ્રય ગ્રહણ કર્યો છે. આ પ્રમાણે સમગ્ર દેવો, ગંધર્વો, કીન્નરો તેમજ દેવર્ષિગણો આ વ્રતનો મહિમા ગાતા રહે છે. સદ્ગુરૂ કબીર સાહેબ કહે છે કે હે ધર્મદાસજી તમે જે વ્રત સંબંધી નિર્ણય પુછ્યો હતો તે મેં તમારો અનુપમ પ્રેમ અને શ્રદ્ધા જોઇ સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યો. આ પ્રમાણે બાંધવાગઢ નગરીમાં સદ્ગુરૂ કબીર ધની ધર્મદાસજી સાહેબના વ્રતના નિર્ણય સંબંધમાં જે સવાલ થયો હતો તેને સદ્ગુરૂના ચરણ કમળોમાં સારા સ્વાદમાં ભમરાની પેઠે લીન બનેલા સૃકૃત નામના દાસે પોતાના ચરણે સંપૂર્ણ કરી છે. આ પ્રમાણે સદ્ગુરૂ કબીર સાહેબ અને ધની ધર્મદાસજી સાહેબના સંવાદરૂપ પુનેમનાવ્રત કથાનો પારણાવિધિનું વર્ણન સાથેનો પાંચમો અધ્યાય પુરો થયો.
Traditional
આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલા દેખું, ધન્ય મારુ જીવન કૃપા એની લેખુ.
Traditional
વાટડી હું જોઉં રે... જમવાને વ્હેલા આવો. મોરીયો બનાવ્યો વ્હાલા, ઘીથી વધાર્યો વ્હાલા.
Traditional
શરણે આવ્યો સ્વામી તમારે, બીક પછી કોની હમારે,
Traditional
એનુ જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે બાપુ અમર રહો.
Traditional
મેંતો જપુ સદા તેરા નામ, સદ્ગુરૂ દયા કરો... દયા કરો કૃપા કરો, કૃપા કરો રહેમ કરો... મેંતો જપુ...
Traditional
સદ્ગુરુ સંત કબીર પાયે લાગુંય (ગુરુ મારા) સદ્ગુરુ સંત કબીર અબુધ જીવડો મારો માયામાં ફસાયો,
Traditional
ૐ દ્યૌઃ શાંતિરન્તરિક્ષઃ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ ।
Traditional
હે પરમ જગત ગુરૂ દેવ અમે આપને પ્રણામ કરીએ છીએ. અમારા પ્રણામને સ્વીકારો. અમે આપને અમારું હૃદય, અમારી ભક્તિ, અમારી ભાવના અર્પણ કરીએ છીએ. અમે આપને અમારું તન, મન, ધન, દોલત, તંદુરસ્તી, આયુષ્ય અર્પણ કરીએ છીએ. અમે આપને અમારી વિદ્યા, વિચાર, બુદ્ધિ, આવડત, અક્કલ, હોશિયારી અર્પણ કરીએ છીએ. અમે આપને અમારી નોકરી, ધંધો, બચત, માલમિલકત, જીવનસાથી (પતિ કે પત્ની), બાળકો, કુટુંબ, નોકર ચાકર, માન, પ્રતિષ્ઠા, અમારી શક્તિ, અમારું બળ, અમારું જે કંઈ છે તે સર્વ આપને અર્પણ કરીએ છીએ. અમે તમારા શરણે આવ્યા છીએ. તમે અમને શરણ આપો. અમને આશિર્વાદ આપો, આશિર્વાદ આપો. અમારા પર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
Traditional
• સંપીને કામ કરો કંચનના ઢગલા થશે. • ઉદારતા એ ખાનદાનીની નિશાની છે.
Traditional
શ્રી ગણેશાય નમઃ શ્રી ગુરૂભ્યો નમઃ શ્રી ઇષ્ટ દેવતાભ્યો નમઃ કુલ દેવતાભ્યો નમઃ વાણી હિરણ્ય ગર્ભાભ્યાં નમઃ શ્રી નારાયણાભ્યાં નમઃ શ્રી ઉમા મહેશ્વરભ્યાં નમઃ માતાપિતૃ ચરણ કમલાભ્યાં નમઃ શ્રી સત્યારાયણાંભ્યાં નમઃ વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
Traditional
એક વેળા શૈનાકાદિ, મુનિ મહર્ષિ મંડળી પૂછે સ્ત પુરાણીને, નૈમિષારણ્યમાં મળી ॥ ૧ ॥
Traditional
સત્-બીજું હવે દ્વિજો પૂર્વે, કર્યું જેણે હું તે કહું હતો કાશીપુરી રમ્યે, વિપ્ર નિર્ધન તે બહું ॥ ૧ ॥
Traditional
સત્-હાવે શુણો મુનિ શ્રેષ્ઠ, કહું હું તે રૂડી રીતિ, પૂર્વે ઉલ્કામુખ નામે, હતો નૃપ મહીપતિ ॥ ૧ ॥
Traditional
મંગલ શબ્દની સાથે વિપ્રોને ધન ત્યાં દઈ, સાધુ સ્વનગરે ચાલ્યો તત્પર તે પછી થઈ ॥ ૧ ॥
Traditional
સ્ત-હવે બીજું મુની શ્રેષ્ઠ કહું તે સૌ કરે ધરો, હતો અંગ ધ્વજ રાજા પ્રજા પાલનમાં પુરો ॥ ૧ ॥
Traditional
ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે ભક્તજનોકે સંકટ (૨) ક્ષણમેં દૂર કરે... ઓમ જય...
Traditional
જયદેવ! જયદેવ! વંદે દેવેશં (૨) નારાયણમજમાંદ્ય, શ્રીશંવિશ્વેશમ્ જયદેવ-૧
Traditional
વિઘન લેજો કાપી રે વ્હાલા... પહેલા... બીજે સમરૂ શારદા માતા,
Traditional
પ્રથમ પહેલા સમરીયે રે સ્વામી તમને સુઢાળાં... રીદ્ધી સિદ્ધિ નાં દાતાર છો દેવતા...
Traditional
રામજીની ધૂનમાં શ્રી રામજીની ધૂનમાં... ગણપતિ... ગણપતિ વહેલા આવો સાથે રિદ્ધિ સિદ્ધિ લાવો
Traditional
મા-બાપને જોયા બંધનમાં, પછી ગોકુળમાં તું કેમ ગયો... ઓ દુનિયાનાં...
Traditional
વગાડે પેલો કાન રે... એ મોરલી... ચાર પાંચ ગોપીઓ ટોળે મળીને,
Traditional
ચલે આના પ્રભુજી ચલે આના... ચલે આના... તુમ શ્યામ રૂપ મેં આના,
Traditional
વો તો છોરો ગોવાલ કો... (૨) મેં ને ઉસે પૂછા કી નામ તેરા ક્યાં હે
Traditional
લાગે રૂપાળો એ તો મોરલીવાળો... ગોરા ગોરા મુખડાને જાદું ભરી આંખડી,
Traditional
મારે મંદિરએ આવો મારાં વ્હાલા, મારાં આંગણીયા શોભાવોજી રે... એકવાર...
Traditional
વાલમજી ને કહેજો રે આટલો સંદેશો મારો... મથુરાના રાજા થયા છો, ગોપીઓને ભુલી ગયા છો.
Traditional
આ મારા જીવનનો તું શાર કનૈયા તારો છે આધાર... કરજે કરજે...
Traditional
હો કાન ક્યાં રમી આવ્યા... માથાનો મુંગટ ક્યાં મુકી આવ્યાં,
Traditional
કોઈ નીંદા કરે એને કરવા દો... કે મારે નાની નાની...
Traditional
ક્યારે આવે રામ મારા ક્યારે આવે રામ... હે... રોજ સવારે શબરી ઝુંપડી રે વાળતી,
Traditional
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ... (ટેક) લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રળિયામણી (રઢિયાળી),
Traditional
મારુ મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
Traditional
પાલવડો મેલી દીયો નંદલાલા, ઓ નંદના લાલ મોરલીઓ વાળા... પાલવડો...
Traditional
(રાગ - હાંરે મને વિરપુર વ્હાલું...) હાં રે મારો કાનો પાંચ વર્ષનો,
Traditional
આનંદ ઉમંગ ભયો જય હો નંદ લાલકી (૨) નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી (૨)
Traditional
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો...
Traditional
મારા રસભીના રણછોડ તમને શું કરી જમાડું, જેના હાથે જીવનદોર (૨) તમને શું કરી જમાડું...
Traditional
જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા, મીઠી મોરલીવાળા, નટવર નંદલાલા... ૐ જય કાના...
Traditional
સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય છે, ભક્તિના રંગમાં રે આજ મને લાલો દેખાય છે. સાચા...
Traditional
મારે મેવાડ શહેરમાં જાવું છે, મારે શ્રીજી બાવાને મળવું છે. ખોલો ખોલો (૨) શ્રીજીબાવા દ્વાર દર્શન કરવા છે.
Traditional
ઋષી મુની સંતનો નિવાસ શબરીની ઝુપડી... હે પંપાસરોવરની... લીલું લીલું ઘાસ ગો માતને નિરાય છે,
Traditional
હાથ ઝાલો તો લેજો ઉગારી રે... ઓ કનૈયો રે બાંધી પ્રીતડી તમારી,
Traditional
રણછોડજી આવો જરી અમને તમારી જરૂર પડી, પડી પડી પડી પડી જરૂર પડી...
Traditional
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો
Traditional
૧. આટલો સંદેશો મારા સદ્-ગુરુને કહેજો આટલો સંદેશો મારા સદ્-ગુરુને કહેજો,
Traditional
૨. એક જ દે ચિનગારી ,
Traditional
૩. ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહિ ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહિ,
Traditional
શ્રી ગણેશાય નમઃ Gujarati-02
Traditional