॥ ૐ ॥
Om
Ghadapana Kone Mokalyun?
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ... ઘડપણ...(ટેક)
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ... ઘડપણ... નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ, ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ... ઘડપણ... નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ... ઘડપણ... પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય, ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય... ઘડપણ... દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ, દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ... ઘડપણ... નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ, બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ... ઘડપણ...
આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર, પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર... ઘડપણ... એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ, પરઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ... ઘડપણ... એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર, ધરમના સત્ય વચન થકી રે, મહેતો નરસૈં ઊતર્યો ભવપાર... ઘડપણ...
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.