॥ ૐ ॥
Om
Jananeenee Joda Sakhee Nahee Jade Re Lola
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી! નહી જડે રે લોલ... (ટેક)
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે… જનનીની જોડ…
અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે… જનનીની જોડ…
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ હૈયું હેમંત કેરી હેલ રે… જનનીની જોડ…
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ શશીએ સિંચેલ એની સોડ્ય રે… જનનીની જોડ…
જગનો આધાર એની આંગળી રે લોલ કાળજામાં કૈંક ભર્યા કોડ રે… જનનીની જોડ…
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ પળના બાંધેલ એના પ્રાણ રે… જનનીની જોડ…
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ લેતા ખૂટે ન એની લહાણ રે… જનનીની જોડ…
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ અચળા અચૂક એક માય રે… જનનીની જોડ…
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે… જનનીની જોડ…
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ માડીનો મેઘ બારે માસ રે… જનનીની જોડ…
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ એનો નહિ આથમે ઉજાસ રે… જનનીની જોડ… ૐ -દામોદર ખુશાલદાસ બોટાદકર
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.