A stotra attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા; દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૧)
ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ, સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની; ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૨)
આ રંકને ઉગરવા નથી કોઇ આરો, જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો, ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૩)
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું, કોને કહું કઠિન યુગ તણો બળાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૪)
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો, દોષો થકી દુષિતના કરી માફ પાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૫)
ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું, હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું, શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૬)
રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી, આ જિંદગી થઇ મને અતિશે અકારી, દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૭)
ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો, શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૮)
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો, જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૯)
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે, વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૧૦)
શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું, રાત્રિદિને ભગવતી તુજને ભજું છું, સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૧૧)
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ, ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી, સંસારના સકળ રોગ સમૂળ કાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૧૨) ૐ ( રચયિતા - શ્રી યોગેશ્વરજી )
Om hiranya-varnam harinim suvarna-rajata-srajam, Chandram hiranmayim Lakshmim jatavedo ma avaha.
Rigveda (Khila Sukta)
Angam hareh pulaka-bhushanam ashrayanti Bhringangana iva mukula-bharanam tamalam,
Adi Shankaracharya
Saraswati namastubhyam varade kama-rupini, Vidyarambham karishyami siddhir bhavatu me sada.
Traditional Sanskrit prayer
Ya kundendu-tushara-hara-dhavala ya shubhra-vastravrita Ya vina-vara-danda-mandita-kara ya shveta-padmasana,
Traditional (Saraswati Vandana)
Shanta-akaram bhujaga-shayanam padma-nabham suresham Vishva-adharam gagana-sadrisham megha-varnam shubha-angam,
Traditional (Vishnu Dhyana)
Mangalam bhagavan Vishnuh mangalam garuda-dhvajah, Mangalam pundarika-akshah mangala-ayatano Harih.
Traditional (Mangala shloka)
indiabhajans.weebly.com — gujarati-01-bhajans.doc