A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
(Spelling Error) મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ! ને ઈંદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ! સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણાં. (૧) ત્રણ જગતના આધારને અવતાર હે કરુણા તણાં વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુઃખો તણા વિતરાગ વલ્લ્ભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. (૨) શું બાળકો મા બાપ પાસે બાલક્રિડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે તેમ જ તમારી પાસ તારક આજ ભોળા ભાવ થી જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. (૩) મેં દાન તો દીધું નહીં ને શિયળ પણ પાળ્યું નહીં તપથી દમી કાયા નહી શુભ ભાવ પણ ભાવ્યો નહીં એ ચાર ભેદે ધર્મમાં થી કા6???? પણ પ્રભુ નવ કર્યું મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. (૪) હું ક્રોધ અગ્નિ થી બળ્યો વળી લોભ સર્પ ડસ્યો મને ગળ્યો માન રૂપી અજગરે સહું કેમ કરી ધ્યાવું તને મન મારું માયા જાળ માં મોહન મહા મુંઝાય છે. ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે. (૫) મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં તેથી કરી સંસારમાં સુખ અલ્પપણ પામ્યો નહી જન્મો અમારા જીન જી ભવ પૂર્ણ કરવાને થયાં આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયાં. (૬) અમૃત ઝરે તુજ મુખ રૂપ ચંદ્રથી તો પણ પ્રભુ ભીંઝાય નહીં મુજ મન અરે રે શું કરું હું તો વિભુ પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે. મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. (૭) ભમતા મહા ભવસાગરે પામ્યો પસાયે આપના જે જ્ઞાન દર્શન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયાં પરમાદના વશથી પ્રભુ કહું છું ખરું કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું. (૮) ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા ને ધર્મનો ઉપયોગ રંજન લોકને કરવા કર્યા વિદ્યા ભણ્યો હું બવાદ માટે હું કેટલી કથની કહું સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. (૯) મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને ને નેત્રને નિંદીત કર્યાં પરનારીમાં લપટાઈને વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું હે નાથ મારું શું થશે ચાલાક થઈ ચૂક્યો ઘણું. (૧૦) કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંકને. (૧૧) નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને કુશાસ્ત્રના વાક્યો વડે હણી આગમોની વાણીને કિદેવની સંગત થકી કર્મો નકામા આચર્યાં મતિભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યાં. (૧૨) આવેલ દ્રષ્ટી માર્ગમાં મુકી મહાવીર આપને મેં મૂઢધી એ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને નેત્ર બાણો ને પયોધર નાભિને સુંદર કટી શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયાં અતિ. (૧૩) મૃગનયની સમ નારી તણા મુખ ચંદ્ર નીરખવાવતી. મુજ મન વિષે જે રંગ લાગ્યો અલ્પ પણ ગુઢો અતિ તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી. (૧૪) સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી ઉત્તમ વિલાસ કળા તણો દેદીપ્યમાન પ્રભા નથી પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યાં કરું. (૧૫) આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે આશા જીવનની જાય વિષયાભિલાશા નવ મટે ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મ ને તો નવ ઘણું બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. (૧૬) આત્મા નથી પર ભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી રવિ સમ હતાં જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તો પણ અરે દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. (૧૭) મેં ચિત્ત થી નહીં દેવ ની કે પાત્રની પૂજા ચહી ને શ્રાવકો કે સાધુઓ નો ધર્મ પણ પાળ્યો નહીં પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યાં જેવું થયું ધોબી તણા કુત્તા સમું મમ જીવન સૈ એળે ગયું. (૧૮) હું કામ ધેનુ કલ્પતરુ ચિંતામણી ના પ્યારમાં ખોટાં છતાં ઝંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં જે પ્રકટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહીં મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કઈં. (૧૯) મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહીં આગમન ઈચ્છ્યું ધન તણું પણ મૃત્યુને પ્રીછ્યું નહીં નહી ચિંતવ્યું નર્ક કારાગૃહ સમી છે નારીઓ મધુ બિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયો. (૨૦) હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો. કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યા વળી તીર્થ ના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યાં ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યાં. (૨૧) ગુરુ વાણી માં વૈરાગ્ય કેરો રંગ લગ્યો નહીં અને દુર્જન તણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને તરું કેમ હું સંસાર આ અદ્યાત્મ તો છે નહીં જરી તુટેલ તળીયા નો ઘડો જળથી ભરાયે કેમ કરી. (૨૨) મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી ભૂત ભાવી અને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો. સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. (૨૩) અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું હેદેવતાના પુજ્ય આ ચારિત્ર્ય મુજ પોતા તણું જાણો સ્વરૂપત્રણ લોકનું તો માહરું શું માત્ર આ જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈ ની તો વાત ક્યાં. (૨૪) (શાર્દૂલવિક્રીડીત) તારાથી ન સમર્થ અન્ય દીનનોૢ ઉદ્ધારનારો પ્રભુ મારાથી નહીં અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ. મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી. આપો સમ્યક રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ઘણી. (૨૫) ૐ
Move to diff file keep English explanation
યોગેશ્વર બાવની યોગેશ્વર બાવની શ્રી યોગેશ્વર જય ગુરૂદેવ, સુરવર કરે તમારી સેવ Shri Yogeshwar jai gurudev, survar kare tamāri sev (O Guru Yogeshwar! Deities desire to serve you)
નાના મોટા કરે પ્રણામ, મનોરથ બને સફળ તમામ Nānā motā kare pranām, manorath bane safal tamām (Young and the old alike bow down to you; All their desires are fulfilled)
સાક્ષર તેમ નિરક્ષર સર્વ, મનાવતા દર્શનથી પર્વ Sākshar tem nirakshar sarva, manāvtā darshan thi parva (Your mere vision fills the heart of scholars and ordinary persons alike )
જનમ્યા પાવન ગુર્જર દેશ, તપ્યા હિમાલય દિવ્ય પ્રદેશ Janamyā pāvan gurjar desh, tapyā himālay divya pradesh (You were born in Gujarat and you purified yourself in the Himalayas)
ઋષિકેશ ને દેવપ્રયાગ, વસ્યા લઇ પ્રભુનો અનુરાગ Rishikesh ne devprayāg, vasyā lai prabhuno anurag (You resided in Rishikesh & Devprayag with a deep yearning for the Divine)
દર્શન દશરથ પર પામ્યા, સંકટ સઘળાંયે વામ્યા Darshan dashrath par pamyā, sankat saghalāye vāmya (You overcame all difficulties and were blessed with Divine vision at Dasharathachal)
કરી કુટિરમાં તપસ્યા ઘોર, અનશનવ્રત ધારીને ઓર Kari kutirmā tapasya ghor, anshan vratt dhārine aur (You performed penance in a small hut by observing vows of fasting)
વર્ષો સુધી રાખતા મૌન, બીજા કાર્યો ગણતા ગૌણ Varsho sudhi rākhatā maun, bija kāryo gantā gaun (You observed silence for years disregarding worldly activities)
પામ્યા જગદંબા દર્શન, સમાધિમાં પ્રભુનું સ્પર્શન્ Pāmyā jagdambā darshan, samadhimā prabhunu sparshan (You attained the blessed vision of the Divine Mother and direct contact with the Divine in samadhi)
પામ્યા અદભુત અનુભવ અન્ય, કર્યુ એમ જીવનને ધન્ય Pāmyā adbhut anubhav anya, karyu em jivanane dhanya (You achieved awe-inspiring experiences and made your life sublime)
સિધ્ધો કેરી કૃપા મળી, સિધ્ધિઓ સંપૂર્ણ વરી Sidhho keri krupa mali, sidhhio smpurna vari (You were graced by accomplished souls and were bestowed with supernatural powers)
તો પણ સરળ સ્વભાવ સદા, આસક્ત નહીં થયા કદા To pan saral swabhav sada, āsakta nahin thayā kadā (Yet, you remained simple by nature and untouched by those extraordinary powers)
માતાજીને રાખ્યા પાસ, એકાંત મહીં કરતાં વાસ Mātājine rākhyā pās, ekānt mahi kartā vās (You kept and cared for your mother while dwelling in secluded places)
દર્શાવ્યો સેવાનો રાહ, છોડી લૌકિક સઘળી ચાહ Darshavyo sevano rāh, chhodi laukik saghali chāh (You showed the path of selfless service leaving aside all worldly desires)
યાત્રાઓ અણમોલ કરી, માતાજીને શાંતિ ધરી Yatrao anmol kari, mātājine shānti dhari (You went on many pilgrimages and fulfilled your mother's desire)
પ્રભુરૂપ બનીને વિહર્યા, પ્રકાશને દેતાં વિચર્યા Prabhu rup banine viharyā, prakāshne detā vicharyā (You spread the Divine light as a Divine incarnate)
મર્મ શાસ્ત્રના દિવ્ય ગ્રહ્યા, જીજ્ઞાસુને સમસ્ત કહ્યા. Marm shāstranā divya grahyā, jignāsune samasta kahyā (You captured the essence of the scriptures and shared it with spiritual aspirants)
પ્રવચન લેખનથી અણમોલ, સેવા કરી કહે તે કોણ Pravachan lekhanthi anmol, seva kari kahe te kon? (You served mankind with your invaluable lectures & writings, how can we express it in words?)
પરદેશ મહીં ધર્મ પ્રચાર, કર્યો જઈને વારંવાર Pardesh mahi dharma prachār, karyo jaine vāramvār (You promulgate the religious gospel overseas on number of occasions)
ધન, ધરા, રમા મુક્ત રહ્યા, આદર્શ પરમ દિવ્ય ગ્રહ્યા Dhan, dharā, ramā mukta rahyā, adarsha param divya grahyā (You stayed away from the passions of fame, money and women thereby depicted supreme principles)
રાય તથા રંક તણા ભેદ, તમને અડતા ન લવલેશ. Rāy tathā rank tanā bhed, tamne adta nā lavlesh (You treated poor and rich alike and never favored anybody)
જ્ઞાનમૂર્તિ સંપૂર્ણ તમે, વેદ બધા સપ્રેમ નમે. Gyān murti sampurna tame, ved badhā saprem name (You remained an idol of knowledge and an authority on scriptures)
પ્રેમતણા છો પ્રગટ સ્વરૂપ, અવર્ણનીય અનાદિ અનુપ. Prem tanā chho pragat swarup, avarniya anādi anup (You are Divine love incarnate, indescribable and infinite)
કરૂણાસાગર શોભાધામ, સંયમશીલ મૂર્તિ કૃતકામ, Karunā sāgar shobhā dhām, sanyamshil moorti krutkām (You are a fountain of compassion; a master of discipline and action)
અભયંકર હે અભય સ્વરૂપ, શાંતિ તણા સાગર રસરૂપ, Abhayankar he abhay swarup, shānti tana sāgar rasrup (You are an example of fearlessness; an ocean of peace & bliss)
દૈવી સંપત્તિ સ્વામી, નિર્ગુણ નાગર નિષ્કામી. Daivi sampatti swāmi, nirgun nāgar nishkāmi (You possessed Divine powers, yet you remained courteous)
રિધ્ધિ સિધ્ધિના દાતા, ગુણ પ્રભુના નિશદિન ગાતા. Riddhi siddhi nā dātā, gun prabhunā nishdin gātā (You bestows spiritual powers; you 're always engrossed in reciting the Divine)
નિર્મળતા ટપકે નૈને, તેજસ્વી ભરતાં પ્રેમે. Nirmaltā tapake nei ne, tejaswi bharta preme (Your eyes are radiant with Divine love and overflows with humbleness)
મુખ મંડળ પર મધુર પ્રસાદ, દૂર કરે સઘળોય વિષાદ. Mukh mandal per madhur prasād, dur kare saghloy vishād (Your face reveals sweetness and eradicate all sorrows)
ક્રાંતિ ભરેલી છે કાયા, શાંતિ તણી જાણે છાયા. Krānti bhareli chhe kāya, shānti tani jane chhāya (your figure is beaming with brilliance and You carries peace along with)
તપથી તૃપ્ત થયાં અંગાંગ, રસમાં સ્નાન કરે સર્વાંગ Tapthi tapta thayā angang, rasmā snān kare sarvāng (You purified yourself with rigorous penance; You're submerged in heavenly state)
શ્વેત વસ્ત્રો ને ઋષિનો વેશ, અહંકાર તો ના લવલેશ. Swet vastro ne rushino vesh, ahankār no nā lavlesh (Your white costume reminds us of Rishies; You've won over your ego)
જોતાં વેંત જ આદર થાય, પ્રેમ પ્રગટતાં સંશય જાય Jotā ventaj ādar thāy, prem pragatatā sanshay jāy (Your mere glance awakens admiration & your acquaintance removes all doubts)
મધુર ચલન ને મધુર વચન, મધુર દ્રષ્ટિ ને મધુર વદન. Madhur chalan ne madhur vachan, madhur dasti ne madhur vadan (Your every movement and every utterance is filled with sweetness; Your face and your eyes are honeysweet)
મધુમય ભાવ વિચાર તથા, શમાવતા સર્વત્ર વ્યથા. Madhumay bhāv vichār tathā, shamāvtā sarvatra vyathā (Your thoughts and emotions are noble and sublime, it eliminates gloom)
વસંત ઋતુની જેમ ફરે, મંગલ સૌનું સદા કરે Vasant rutuni jem fare, mangal saunu sadā kare (You rejuvenates and revives everybody like a spring)
નવજીવન દે, શાંતિ ધરે, ત્રિતાપને તત્કાળ હરે. Navjivan de shanti dhare, tri-tāpane tatkāl hare (You revitalize people with peace; You wipes out their pains and miseries)
તારા તપે અનેક નભે, સૂર્ય ચંદ્ર પણ એક જ છે Tārā tape anek nabhe, surya chandra pan ekaj chhe (Amidst innumerable stars in the sky, there is one and only one sun and moon)
એવા એક તમે જગતમાં, પડે સિધ્ધ મુનિ સુર પગમાં Evā ek tame jagamā, pade siddha munishur pagamā (Similarly, you are unique, that's why the greats & powerful bows down to You)
શરણ અમોને સદા ધરો, સકળ કામના પૂર્ણ કરો Sharan amone sadā dharo, sakal kāmnā purna karo (O Gurudev! Never keep us away from you and listen to our sincere prayers)
જ્ઞાન ધ્યાન ભકિત વૈરાગ્ય, આતમનો આપો અનુરાગ Gyān dhyān bhakti vairagya, ātamano āpo anurāg (Give us knowledge, concentration, devotion and renunciation; Open the treasures of our soul)
કરો પવિત્ર સદા અમને, પ્રાર્થીએ નિશદિન તમને Karo pavitra sadā amane, prārthiye nishdin tamane (Bless us with purity, that's forever our prayer to you)
ભુલીએ નિજરૂપ નહીં, લિપ્ત બનીએ નહીં કહી Buliye nijrup nahin, lipta baniye nahin kahin (May we never forget our self and become engrossed in material things)
નિર્મમ નિરાસક્ત સઘળે, તારો જીવન તેમ તરે Nirmam nirāsakta saghale, taro jivan tem tare (Emancipate us from attachments & worldly bondages; Lead us to the Divine)
ક્ષતિ અમારી ક્ષમા કરો, અલ્પ ગુણોને ઘણા ગણો Kshati amāri kshamā karo, alpa gunone ghanā gano (Forgive us for all our imperfections & wrong doings; Look only at whatever virtues we hold)
સદા આપજો આશીર્વાદ, જગવી પરમાત્માનો નાદ Sadā āpajo āshirvād, jagavi paramātmāno nād (Forever grant us your blessings; Awaken the Divine connection within)
જીવનમંગલ અમે કરી, ધ્યાન ધારણા નિત્ય ધરી Jivan mangal ame kari, dhyān dhāranā nitya dhari (May we live our life piously by always meditating and praying)
જીવનમુક્ત બનીએ સર્વ, માણીને જીવનનું પર્વ Jivanmukta banie sarva, mānine jivananu parva (May we become free from all bondages & celebrate the rare opportunity of precious human life)
ફરી કરીએ આજ પ્રણામ, ભાવભકિતથી અમે તમામ Fari karie āj pranām, bhāv bhaktithi ame tamām (O Yogeshwar! Accept our love and devotion filled humble salutations)
યોગેશ્વર પ્રભુ દીનદયાળ, અનુગ્રહ વરસાવો તત્કાળ Yogeshwar prabhu dindayal, anugrah varsavo tatkāl (O the embodiment of compassion! Shower us with your grace at once)
પાઠ કર્યાથી શાંતિ મળે, ચિંતા, જડતા ભીતિ ટળે Path karyāthi shānti male, chinta jadatā bhiti tale (May the recitation of this verse give us solace; May all our worries and fear dispel)
એક વાર વધુ વાર સપ્રેમ, વહન થાય છે યોગક્ષેમ Ekvār vadhuvār saprem, vahan thāy chhe yogkshem (O the sole caretaker of our life! Accept our repeated prostrations)
દોહરો (dohra)
ચરણકમળમાં પ્રેમથી, વારંવાર પ્રણામ charan kamalmā premthi, vāramvār pranām (We bow down humbly at your blessed feet)
રક્ષો ભવસાગર તણાં, વિધ્નો થકી તમામ. raksho bhavsāgar tanā, vighno thaki tamām (Protect us from all obstacles in this ocean of life)
દયામય યોગેશ્વર ભગવાન dayāmay yogeshwar bhagwān (O Lord Yogeshwar! An idol of compassion, We bow down to you)
કૃપાળુ યોગેશ્વર ભગવાન Krupalu yogeshwar bhagawān (O Lord Yogeshwar! The ever graceful, We bow down to you)
ગુરૂદેવ યોગેશ્વર ભગવાન gurudev yogeshwar bhagawān (O Yogeshwar! The master teacher, We bow down to you)
બોલો ભાઇ સબ સંતન ભગવાન bolo bhai sab santan bhagwān (O saints and divine incarnations! We bow down to you)
- મા સર્વેશ્વરી મા સર્વેશ્વરી બાવની જગજનની હે સર્વેશ્વરી, યોગેશ્વરની યોગેશ્વરી Jagajanani Maa Sarveshwari, Yogeshwar ni yogeshwari (O Divine Mother of the Universe! O Divine manifestation of Shri Yogeshwar!)
ચરણો માંહે કરી પ્રણામ, ધન્ય બનીએ અમે તમામ Charano māhe kari pranam, dhanya baniye ame tamām (We feel blessed by offering our salutations at Your lotus feet)
કરવા મહિમાવંતી ધરા, પ્રગટયા માનવ રૂપે જરા Karvā mahimāvanti dharā, pragtyā mānav rupe jarā (You have incarnated in the human form to add glory to Mother Earth)
ગામ કપુરા તો ધન્ય થયું, લોક હૃદયમાં રમી રહ્યું Gām kapurā to dhanya thayu, lok rudayamā rami rahyu (Great is Kapura - Your birthplace & its people whose hearts overflow with love for You)
નારી સ્વરૂપે સરળ સ્વભાવ, થઇ નિષ્કામ છુપાવ્યો પ્રભાવ Nāri swarupe saral swabhāv, thai nishkām chhupavyo prabhāv (You are free from worldly attachments, Your physical appearance conceals Your great spiritual powers)
કોઇ ન પામ્યા તારો પાર, તું થી દીપે આ સંસાર Koi na pāmyā tāro pār, tun thi dipe aa sansār (Nobody can fully know You; Your mere presence glorifies this world)
તપ્યા વિના કેમ શુધ્ધ થવાય, કૃપા પ્રભુની કેમ પમાય Tapyā vinā kem shuddha thavāy, krupā prabhuni kem pamāy (You showed us how to purify ourselves with penance & how to attain the Divine Grace)
ઉરમાં ખોજની જ્યોત ધરી, સાધના વિધાલયે કરી Uramā khojani jyot dhari, sadhanā vidyālaye kari (You searched within for the divine while working at Sadhana Vidyalaya)
ગુપ્તપણે ગૃહે નિત તપતાં, આકરાં વ્રત પણ સહુ કરતાં Guptapane gruhe nit tapatā, ākra vrat pan sahu kartā (You sustained Your vows & strict disciplines amidst all activities at home)
છતાંય શિક્ષણ સેવા યજ્ઞ, કર્યો થઇ નિજ મહીં નિમગ્ન Chhatāy shikshan sevā yagna, karyo thai nij mahin nimagna (You continued Your teaching at school yet remained absorbed in the self)
શોભાવ્યું પદ આચાર્યનું, જોમ વધાર્યું શ્રધ્ધા તણું Shobhāvyu pad ācharyanu, jom vadhāryu shradhā tanu (You adorned Your position as a principal & kindled Your faith)
અંતર વિકસી રહ્યું તહીં, નિજ પગ પર નિત ઊભા રહી Antar viksi rahyu tahi, nij pag par neet ubhā rahi (You remained independent with job & blossomed Your inner self)
પવિત્રતાની મૂર્તિ રહ્યાં, મનથી પ્રભુ ને સદા વર્યાં Pavitratāni mutri rahyā, manthi prabhune sadā varyā (You remained an idol of purity, devoted solely to the supreme self)
મૌન મંદિરમાં પામ્યાં તેજ, ગુરૂ ભેટયા સામેથી સ્હેજ Maun mandirmā pāmya tej, guru bhetyā sāmethi shej (You perceived Divine Light at maun mandir, Guru’s embrace came to Your assistance opportunely)
યોગેશ્વરનું મિલન થયું, જનમજનમનું પુણ્ય ફળ્યું Yogeshwarnu milan thayu, janam janam nu punya falyu (Your meeting with Yogeshwarji was a result of pre-birth virtues)
અનુપમ ગુરૂ ભકિત જાગી, પકડયું શરણું સહુ ત્યાગી Anupam Guru bhakti jāgi, pakadyu sharnu sahu tyāgi (You took refuge unto Yogeshwarji & renounced everything that came in way)
અલિપ્ત થઇ પરખ્યો સંસાર, પારાયણ કરી વારંવાર Alipta thai parakhyo sansār, pārāyan kari vāramvār (You remained detached from world; You recited scriptures many times)
સાર્થક નામ સરોજ કર્યું, ગૌરવ માતપિતાને ધર્યું Sārthak nām saroj karyu, gaurav māt pitāne dharyu (You gave meaning to your name - Saroj & made Your parents proud)
જીભે વસેલી સરસ્વતી, ગુણલા મધુરાં નિત ગાતી Jibhe vaseli saraswati, gunalā madhurā neet gāti (Your nectarine speech sings His glory & reflects Divine Knowledge)
અદભુત અનુપમ સરવાણી, રહ્યાં પુનિત જીવ નિત માણી Adabhoot anupam sarvāni, rahyā punit jiv neet māni (Your heavenly voice is relished by fortunate & blessed souls)
સુણનારાના દિલ વીંધે, પ્રકાશ કેરો પથ ચીંધે Su(n)nārānā dil vindhe, prakāsh kero path chindhe (Your words move listeners' hearts and guides them towards the Divine)
ખુમારી પ્રગટી અહો અનન્ય, નિત શરણાગત બને સુધન્ય Khumāri pragati aho ananya, nit sharanāgat bane sudhanya (You're a source of energy; Those who surrender to You feel fulfillment)
વરદ હસ્તની મળી સહાય, અવનવી ઉર શકિત્ત ઉભરાય Varad hastani mali sahāy, avanavi ur shakti ubharāy (With Guruji’s compassionate hand, energy overflowed from Your being
દિવ્ય દીક્ષાની સિધ્ધિ મળી, જડતા સઘળી ક્ષણમાં હરી Divya dikshāni sidhhi mali, jadatā saghali kshanmā hari (You received spiritual initiation & in no time Your all obstacles were removed)
સર્વેશ્વરીનું નામ મળ્યું, અંતરમાં અજવાળું ઝગ્યું Sarveshwarinu nām malyu, antarmā ajvālu zagyu (You were bestowed with a new name - Sarveshwari; it sparkled Your being)
પૂર્વ જન્મની સ્મૃતિ જાગી, મુરલી મનોહર મન વાગી Purva janamani smruti jāgi, murli manohar man vāgi (You received knowledge about Your pre-birth & hence Your spiritual heritage)
ત્યજી ગયા ગુરૂ પાર્થિવ દેહ, ઉમટયો ઉરમાં અદકો વ્રેહ Tyaji gayā guru pārthiv deh, umatyo uramā adako vreh (Your heart pained deeply as Guruji left his physical body)
અનાજ દૂધ ને ફળ ત્યાગ્યાં, પરમ વિરાગ અહો પામ્યાં Anāj doodh ne fal tyāgya, param virāg aho pamyā (Your supreme detachment manifested in relinquishing of food)
કોમળ કાયા જતી સુકાઇ, દિવ્ય છતાંય તેજ પથરાય Komal kaya jati sukai, divya chhatāye tej patharāy (You put Your fragile body to the test yet continued to provide illumination)
નિયમિત તોયે વ્રત તપ થાય, સહુને તેનું અચરજ થાય Niyamit toye vrat tap thāy, sahune tenu acharaj thāy (You practiced Your penances regularly which left everybody stunned)
કાયા શોધન કેરા યજ્ઞ, પ્રગટાવીને થયાં નિમગ્ન Kāyā shodhan kero yagna, pragtāvine thayā nimagna (You remained engrossed in this supreme sacrifice of purifying the body)
જન સમૂહની વચ્ચે રહ્યાં, પાવન તપ અગ્નિમાં થયાં Jan samuhani vachche rahyā, pāvan tap agnimā thayā (You inhabited among people & continued to purify Yourself by penance)
અમૃત અંતરમાં છલકાય, નયનોથી તો નેહ ઉભરાય Amrut antarmā chhalkā, nayanothi to neh ubharāy (Your inner being overflows with nectar, Your eyes spread out love)
ભાગવતી તનુનો શણગાર, અક્ષય સુખનો છે ભડાર Bhāgvati tanuno shangār, akshay sukhano chhe bhandār (Mere glance of Your heavenly body submerges in one in an abundance of happiness)
ભરતી ભાવની ચઢી અમાપ, અંતર અનુભવે અજપા જાપ Bharati bhaavni chadhi amāp, antar anubhave ajapā jāp (You reached a stage where Your inner self began to experience a constant unity with the Divine)
દેહભાવ રહ્યો નહીં લગીર, હરદમ આતમ ભાવે સ્થિર Deh bhav nā rahyo lagir, hardam ātam bhāve sthir (You've lost body awareness; You are in incessant communion with Your self)
દુર્ગમ સીધાં ચઢ્યાં ચઢાણ, ગુરૂ કૃપાથી પુલકિત પ્રાણ Durgam shidhā chadhyā chadhān, guru krupathi pulakit prān (You scaled the grueling path of progress with Your Guru's complete grace)
શિખરો ઉન્નત સર કીધાં, આધ્યાત્મિક અમૃત પીધાં Shikharo unnat sar kiddhā, ādhyatmik amrut pidhā (You conquered the highest peak of spirituality & rejoiced in celestial nectar)
મુનિજન જેને નમતા સદા, તે દેવોની તું સંપદા Munijan jene namatā sadā, te devoni tu sampadā (The great bow down at Your lotus feet; You are truly their treasure)
સર્વ દેવો કરે તુજ ભકિત્ત, સકળ જીવોની તું શકિત્ત Sarva devo kare tuj bhakti, sakal jivoni tu shakti (All the demigods worship to You, You are the power within all beings)
દર્શનથી તવ પાવન થાય, ગુણકીર્તન ભકતો નિત ગાય Darshanthi tav pāvan thāy, gunkirtan bhakto nit gāi (Your darshan fills us with purity, we forever sing Your praise)
પગલે તીરથ સર્જન થાય, દૈવી શક્તિના દર્શન થાય Pagale tirath sarjan thā, daivy shaktinā darshan thāy (In Your footsteps lie sacred places and the reflection of divinity)
કૃપા પિયુષ પ્રાપ્તી કાજે, નિર્મળ બનવું ઉર છાજે Krupā piyush prapti kaje, nirmal banvu ur chhaje (To achieve Your Grace, one must become humble from within)
પંડિત પ્રાજ્ઞ જનો વંદતાં, પ્રેમે પ્લાવિત થઇ નમતા Pandit prāgna jano vandatā, preme plāvit thai namatā (The scholars bow down to You out of adoration)
કામનાથી ખરડાયાં સર્વ, ભકતો વિનવે ત્યજીને ગર્વ Kāmnāthi khardāyā sarva, bhakto vinve tyajine garva (We agree that we are soaked in worldly desires yet we humbly pray to You)
રાખો અમને નિત શરણે, છે મુક્તિ સુખ તવ ચરણે Rākho amne nit sharane, chhe mukti sukh tav charne (O Mother! keep us in Your lap; The eternal freedom lies at Your blessed feet)
સ્વર્ગ સુખ પણ તુચ્છ દીસે, તુજ સંગે વૈકુંઠ વસે Swarga sukha pan tuchha dise, tuj sange vaikunth vase (The pleasures of heaven are worthless in Your company; In Your holy association we feel in heaven)
સંસાર કેરો તું છે સાર, પ્રેમતણો તું પારાવાર Sansār kero tu chhe sār, prem tano tu pārāvār (O Mother - the ocean of love! You are the only one worth attaining in life)
વારંવાર જે કરશે સ્નાન, પ્રકાશ પથ પર કરશે પ્રયાણ Vāramvār je karshe snān, prakāsh path par karshe pryān (Those who will bask in Your heavenly grace will undoubtedly proceed on the Divine path)
કાદવે ખીલશે સુંદર પદ્મ, સાર્થક બનશે માનવ જન્મ Kādave khilshe sundar padma, sārthak banshe mānav janma (They will bloom like a lotus flower amidst worldly mud and they will feel their human life worthy)
જીવન જંગે વિજય મળે, ફળે મનોરથ, ફેરા ટળે Jivan jange vijay male, fale manorath ferā tale (They shall be victorious in the cycle of life & death; All their wishes and aspirations will come true)
ભકિત્ત કરે સદા શકિત્ત મળે, સાત્વિક સર્વ સંકલ્પ ફળે Bhakti kare sada shakti male, sātwik sarva sankalp fale (They shall attain strength and their righteous resolves would be fulfilled)
દોહરો (dohra)
પરમાર્થી તાપે શ્રમિત, આવ્યો તારે દ્વાર Parmārthi tāpe shramit, āvyo tāre dwār (Parmarthi - the author of this poem, has come to Your doors)
શીતળ છાંયે માવડી પાજે અમૃતધાર Shital chhāye māvadi, pāje amrut dhār (O Mother! Comfort him with Your celestial nectar)
જય જય સર્વેશ્વરી જગદંબ, જય જય યોગેશ્વરી જગદંબ જય જય તપેશ્વરી જગદંબ જય જય પ્રેમેશ્વરી જગદંબ Jai jai sarveshwari jagadamb, Jai jai yogeshwari jagadamb Jai jai tapeshwari jagadamb, Jai jai premeshwari jagadamb Victory to our Divine Mother, an embodiment of Mother Goddess Victory to our Divine Mother, an embodiment of Yogeshwar Victory to our Divine Mother, an embodiment of penance Victory to our Divine Mother, an embodiment of love
બોલો ભાઇ સબ સંતન ભગવાન bolo bhai sab santan bhagwān (O saints and divine incarnations! We bow down to you)
- ઈશ્વરભાઈ પરમાર્થી
Print information:
Printing a book by stapling multi pages. Copy and paste 1st_side in print box to print or in macro. Do same with 2nd_side.
Title page: p2s2,p3s3 and p4s4,p1s1
1st_side>>p6s6,56,p1s7,54,p3s9,52,p5s11,50,p7s13,48,9,46,11,44,13,42,15,40,17,38,19,36,21,34,23,32,25,30,27,28 2nd_side>>57,p5s5,55,p7s6,53,p2s8,51,p4s10,49,p6s12,47,8,45,10,43,12,41,14,39,16,37,18,35,20,33,22,31,24,29,26
Start from 2nd COL and 3rd COL and fill in top to botoom till end. Then Start from bottom to top 4th COL and 1st COL. Then take Col-3, Col-4 and Col-1,Col-2. COL-1 COL-2 COL-3 COL-4 TITLE P4S4 P1S1 P2S2 P3S3 1 57 P5S5 P6S6 56 2 55 P7S6 P1S7 54 3 53 P2S8 P3S9 52 4 51 P4S10 P5S11 50 5 49 P6S12 P7s13 48 6 47 8 9 46 7 45 10 11 44 8 43 12 13 42 9 41 14 15 40 10 39 16 17 38 11 37 18 19 36 12 35 20 21 34 13 33 22 23 32 14 31 24 25 30 15 29 26 27 28
Jai Ambe Gauri, Maiyya Jai Shyama Gauri, Tumko nis-din dhyaavat, Hari Brahma Shivri.
Traditional
Jay Adya Shakti, Maa Jay Adya Shakti, Akhand brahmaand dipaavyaa, padve pragat thayaa.
Shivanand Swami
Ayi giri-nandini nandita-medini vishva-vinodini nandinute. Giri-vara-vindhya-shiro'dhinivasini vishnu-vilasini jishnunute.
Adi Shankaracharya (traditionally attributed)
Sarva-mangala-mangalye Shive sarvartha-sadhike, Sharanye tryambake Gauri Narayani namo'stu te.
Durga Saptashati (Markandeya Purana)
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય ચૂંદડી ઓઢી ને માડી નિસરયા રે, નિસરયા રે, માની ચૂંદડી લહેરાય
Traditional
મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
Traditional
indiabhajans.weebly.com — gujarati-12-bavani.doc