॥ ૐ ॥
Om
Harine Bhajataan Hajee Koinee Laaja Jataan Nathee Jaanee Re
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે; જેની સુરતા શામળિયાને સાદ, વદે વેદ વાણી રે... હરિને ભજતાં... વ્હાલે ઊગાર્યો પ્રહલાદ, હિરણ્યકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે... હરિને ભજતાં... વ્હાલે નરસિંહ મહેતાને હાર, હાથો હાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે... હરિને ભજતાં... વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે; પાંચાલીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં રે... હરિને ભજતાં... આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે; કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે... હરિને ભજતાં... ૐ • પ્રેમળદાસ
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.