॥ ૐ ॥
Om
He Naatha, Jodee Haatha Paaye Premathee Sahu Maangeee
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ, શરણું મળે સાચું તમારૂં એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો... (૧)
વળી કર્મના યોગે કરીને જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષચોર્યાસી બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો... (૨)
સુસંપત્તિ, સુવિચારને સત્-કર્મનો દઈ વારસો, જન્મોજન્મ તમ ભક્તિથી કિરતાર પાર ઉતારજો. આ લોકને પરલોકમાં તમ પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો... (૩)
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી, દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો, પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો... (૪) હે નાથ, જોડી હાથ પાયે... ૐ
હરી ૐ
હરી ૐ પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઊગ્યું છે બધું પૂર્ણ માંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા.
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.