॥ શ્રી દુર્ગાયૈ નમઃ ॥
Shri Durgayai Namah
Maa Sarveshvaree Baavanee
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
જગજનની હે સર્વેશ્વરી, યોગેશ્વરની યોગેશ્વરી ચરણો માંહે કરી પ્રણામ, ધન્ય બનીએ અમે તમામ કરવા મહિમાવંતી ધરા, પ્રગટયા માનવ રૂપે જરા ગામ કપુરા તો ધન્ય થયું, લોક હૃદયમાં રમી રહ્યું (૪) નારી સ્વરૂપે સરળ સ્વભાવ, થઇ નિષ્કામ છુપાવ્યો પ્રભાવ કોઇ ન પામ્યા તારો પાર, તું થી દીપે આ સંસાર તપ્યા વિના કેમ શુધ્ધ થવાય? કૃપા પ્રભુની કેમ પમાય? ઉરમાં ખોજની જ્યોત ધરી, સાધના વિધાલયે કરી (૮) ગુપ્તપણે ગૃહે નિત તપતાં, આકરાં વ્રત પણ સહુ કરતાં છતાંય શિક્ષણ સેવા યજ્ઞ, કર્યો થઇ નિજ મહીં નિમગ્ન શોભાવ્યું પદ આચાર્યનું, જોમ વધાર્યું શ્રધ્ધા તણું અંતર વિકસી રહ્યું તહીં, નિજ પગ પર નિત ઊભા રહી (૧૨) પવિત્રતાની મૂર્તિ રહ્યાં, મનથી પ્રભુ ને સદા વર્યાં મૌન મંદિરમાં પામ્યાં તેજ, ગુરૂ ભેટયા સામેથી સ્હેજ યોગેશ્વરનું મિલન થયું, જનમજનમનું પુણ્ય ફળ્યું અનુપમ ગુરૂ ભકિત જાગી, પકડયું શરણું સહુ ત્યાગી (૧૬) અલિપ્ત થઇ પરખ્યો સંસાર, પારાયણ કરી વારંવાર સાર્થક નામ સરોજ કર્યું, ગૌરવ માતપિતાને ધર્યું જીભે વસેલી સરસ્વતી, ગુણલાં મધુરાં નિત ગાતી અદ્ભુત અનુપમ સરવાણી, રહ્યાં પુનિત જીવ નિત માણી (૨૦)
સુણનારાના દિલ વીંધે, પ્રકાશ કેરો પથ ચીંધે ખુમારી પ્રગટી અહો અનન્ય, નિત શરણાગત બને સુધન્ય વરદ હસ્તની મળી સહાય, અવનવી ઉર શકિત્ત ઉભરાય દિવ્ય દીક્ષાની સિદ્ધિ મળી, જડતા સઘળી ક્ષણમાં હરી (૨૪) સર્વેશ્વરીનું નામ મળ્યું, અંતરમાં અજવાળું ઝગ્યું પૂર્વ જન્મની સ્મૃતિ જાગી, મુરલી મનોહર મન વાગી ત્યજી ગયા ગુરૂ પાર્થિવ દેહ, ઉમટયો ઉરમાં અદકો વ્રેહ અનાજ દૂધ ને ફળ ત્યાગ્યાં, પરમ વિરાગ અહો પામ્યાં (૨૮) કોમળ કાયા જતી સુકાઇ, દિવ્ય છતાંય તેજ પથરાય નિયમિત તોયે વ્રત તપ થાય, સહુને તેનું અચરજ થાય કાયા શોધન કેરા યજ્ઞ, પ્રગટાવીને થયાં નિમગ્ન જન સમૂહની વચ્ચે રહ્યાં, પાવન તપ અગ્નિમાં થયાં (૩૨) અમૃત અંતરમાં છલકાય, નયનોથી તો નેહ ઉભરાય ભાગવતી તનુનો શણગાર, અક્ષય સુખનો છે ભંડાર ભરતી ભાવની ચઢી અમાપ, અંતર અનુભવે અજપા જાપ દેહભાવ રહ્યો નહીં લગીર, હરદમ આતમ ભાવે સ્થિર (૩૬) દુર્ગમ સીધાં ચઢ્યાં ચઢાણ, ગુરૂ કૃપાથી પુલકિત પ્રાણ શિખરો ઉન્નત સર કીધાં, આધ્યાત્મિક અમૃત પીધાં મુનિજન જેને નમતા સદા, તે દેવોની તું સંપદા સર્વ દેવો કરે તુજ ભકિત્ત, સકળ જીવોની તું શકિત્ત (૪૦) દર્શનથી તવ પાવન થાય, ગુણકીર્તન ભકતો નિત ગાય પગલે તીરથ સર્જન થાય, દૈવી શક્તિના દર્શન થાય
કૃપા પિયુષ પ્રાપ્તી કાજે, નિર્મળ બનવું ઉર છાજે પંડિત પ્રાજ્ઞ જનો વદતાં, પ્રેમે પ્લાવિત થઇ નમતા (૪૪) કામનાથી ખરડાયા સર્વ, ભકતો વિનવે ત્યજીને ગર્વ રાખો અમને નિત શરણે, છે મુક્તિ સુખ તવ ચરણે સ્વર્ગ સુખ પણ તુચ્છ દીસે, તુજ સંગે વૈકુંઠ વસે સંસાર કેરો તું છે સાર, પ્રેમતણો તું પારાવાર (૪૮) વારંવાર જે કરશે સ્નાન, પ્રકાશ પથ પર કરશે પ્રયાણ કાદવે ખીલશે સુંદર પદ્મ, સાર્થક બનશે માનવ જન્મ જીવન જંગે વિજય મળે, ફળે મનોરથ, ફેરા ટળે ભકિત્ત કરે સદા શકિત્ત મળે, સાત્વિક સર્વ સંકલ્પ ફળે (૫૨) ( દોહરો ) પરમાર્થી તાપે શ્રમિત, આવ્યો તારે દ્વાર, શીતળ છાંયે માવડી પાજે અમૃતધાર
જય જય સર્વેશ્વરી જગદંબ, જય જય યોગેશ્વરી જગદંબ જય જય તપેશ્વરી જગદંબ જય જય પ્રેમેશ્વરી જગદંબ
બોલો ભાઇ સબ સંતન ભગવાન ૐ - ઈશ્વરભાઈ પરમાર્થી
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Traditional · Traditional
Glory to Mother Amba, the fair and the dark one.
Shivanand Swami · 1818
Glory to the Primordial Shakti, who illumines the whole universe, and appeared on the first day (of creation).
Adi Shankaracharya (traditionally attributed) · 8th century
The thunderous Navratri hymn to Durga, slayer of the buffalo-demon.
Durga Saptashati (Markandeya Purana) · Ancient
The crowning prayer of the Devi Mahatmya to Narayani.
Markandeya Rishi · Ancient (Markandeya Purana)
The 'armour of the Goddess' — a protective hymn invoking the Divine Mother to guard every direction.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.