A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
ઓ ઇશ્વર ભજીએ તમને મોટું છે તુજ નામ, ગુણ તમારાં નિત ગાઇએ થાય અમારાં કામ. ૧ હેત લાવી હસાવો તમે સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ. ૨ પ્રભુજી એટલું આપજો કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઇ સૂવે નહીં સાધુસંત સમાય. ૩ અતિથિ ઝાંખો નવ પડે આશ્રિત ના દુભાય, જે આવે મમ આંગણે આશિષ દેતો જાય. ૪ સ્વભાવ એવો આપજો સૌ ઇચ્છે મમ હિત, શત્રુ ઇચ્છે મિત્રતા પડોશી ઇચ્છે પ્રીત. ૫ વિચાર વાણી વર્તને સૌનો સાચો પ્રેમ, સગાં સ્નેહી કે મિત્રનું ઇચ્છું કુશળક્ષેમ. ૬ જોવા આપી આંખડી સાંભળવાને કાન, જીભ બનાવી બોલવા ભલું કર્યું ભગવાન. ૭ ઓ ઇશ્વર તમે એક છો સર્જ્યો તમે સંસાર, પૃથ્વી પાણી પર્વતો તમે કીધા તૈયાર. ૮ તારા સારા શોભીતા સૂરજ ને વળી સોમ, તે તો સધળા તમે રચ્યા જબરું તમારું જોમ. ૯ અમને આપ્યાં જ્ઞાન ગુણ તેનાં તમે દાતાર, બોલે પાપી પ્રાણીઓ એ તમારો ઉપકાર. ૧૦ ...ક્રમશઃ
કાપ કલેશ કંકાસ ને કાપ પાપ પરિતાપ, કાપ કુમતિ કરુણા કીજે કાપ કષ્ટ સુખ આપ. ૧૧ ઓ ઇશ્વર તમને નમું માગું જોડી હાથ, આપો સારા ગુણ અને સુખમાં રાખો થામ. ૧૨ મન વાણી ને હાથથી કરીએ સારાં કામ, એવી બુદ્ઘિ દો અને પાળો બાળ તમામ. ૧૩ ૐ રાતે વહેલા જે સૂઈ, વહેલા ઊઠે વીર, બળબુદ્ધિ ધન બહુ વધે, સુખમાં રહે શરીર. ૧૪ જૂઠું કદી ના બોલવું, તજવું આળસ અંગ, હળીમળીને ચાલવું, રાખો રૂડો સંગ. ૧૫ ચોખ્ખી ચીજો રાખવી, ચોખ્ખાં પહેરો ચીર, ચોખ્ખાં ઘરને ચોક પણ, ચોખ્ખે સુખી શરીર. ૧૬ રમતગમત કરતાં કદી, કરવું નહિ નુકસાન, ખોટી રીતે ખેલતાં, ભારી થાયે હાણ. ૧૭ ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબો પંથ કપાય. ૧૮
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-03-bhajans.doc