A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:
કદમ્બ કેરી ડાળો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: જમુના કેરી પાળો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: વ્રજ ચોરાસી કોશ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: કમલકમલ પર મધુકર બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: વૃંદાવનના વૃક્ષો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: ગોકુળિયાની ગાયો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: વ્રજભૂમિના રજકણ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: રાસ રમંતા ગોપી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: વાજાં ને તબલામાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: શરણાઈ ને તંબૂરમાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: નૃત્ય કરંતી નારી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: કેસર કેરી ક્યારી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
આકાશે – પાતાળે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: ચૌદ લોક બ્રહ્માંડે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: ચન્દ્ર સરોવર ચોકે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: પત્ર પત્ર શાખાએ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: આંબ - લીંબુ ને જાંબુ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: વનસ્પતિ હરિયાળી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: જતીપુરાના લોકો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: મથુરાજીના ચોબા બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: ગોવર્ધનને શિખરે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: ગલી ગલી ગહેવરવન બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: વેણુ સ્વર સંગીતે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: કળા કરંતા મોર બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: પુલિન કંદરા મધુવન બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રી યમુનાજીની લહેરો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: આંબા ડાળે કોયલ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: તુલસીજીના ક્યારા બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: વિરહીજનનાં હૈયાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: કૃષ્ણ વિયોગે આતુર બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
મધુર વીણા વાજિંત્રો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: કુમુદિની સરોવરમાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: ચન્દ્ર સૂર્ય આકાશે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: તારલિયાના મંડળ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: રોમરોમ વ્યાકુળ થઈ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: મહામંત્ર મન માંહે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: જુગલ ચરણ અનુરાગે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-03-bhajans.doc