By Traditional · ગુજરાતી
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
મારુ મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન... મારા ઘટમાં...
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી, મારી આંખો દીસે ગિરિધારી રે ધારી. મારુ તન મન ગયું છે જેને વારી રે વારી, હે મારા શ્યામ મુરારિ... મારા ઘટમાં...
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન, મારું મોહી લીધું મન... મારા ઘટમાં...
હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું, હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું... મારા ઘટમાં...
મેં તો પુષ્ટિ (ભક્તિ) રે મારગ કેરો સંગ રે સાધ્યો, મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો. મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો, હીરલો હાથ લાગ્યો... મારા ઘટમાં...
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે, વારે વારે માનવદેહ ફરી ન મળે. ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે, મને મોહન મળે... મારા ઘટમાં...
મારી અંત સમય કેરી સુણો રે અરજી, લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી. મને તેડાં રે યમ કેરાં કદી ન આવે, મારો નાથ તેડાવે... મારા ઘટમાં...
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો... (૩) ૐ
(ક્રિષ્નાકાંતભાઈ) મારી હુંડી સ્વીકારો મહારાજ રે
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયું નરસિંહ રૂપ; પ્રહલાદને ઉગારીયો રે, હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે... શામળા ગિરધારી...
ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ; સાચી વેળાના મારા વાલમા રે, તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે... શામળા ગિરધારી...
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર; નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રા બાઇના વિર રે... શામળા ગિરધારી...
રેહવાને નથી ઝુંપડી, વળી ખાવા નથી જુવાર; બેટો-બેટી વળાવીયા રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે... શામળા ગિરધારી...
ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમ નો હાર; સાચું નાણું મારે શામળો રે, મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે... શામળા ગિરધારી...
તિરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર; વેશ લીધો વણીકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે... શામળા ગિરધારી...
હૂંડી લાવો હાથમાં વળી, આપું પૂરા દામ; રૂપીયા આપું રોકડા રે, મારું શામળશા શેઠ એવું નામ રે... શામળા ગીરધારી...
હૂંડી સ્વીકારી વા’લે શામળે, વળી અરજે કિધાં કામ; મેહતાજી ફરી લખજો રે, મુજ વાણોત્તર સરખાં કામ રે... શામળા ગિરધારી...
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળીયાને હાથ રે... શામળા ગિરધારી... ૐ • નરસિંહ મહેતા ( ગરથ-ધન-પૈસો-સમૃદ્ધિ, ગોપીચંદન-ટીલું કરવામાં વપરાતી એક પીળી માટી, હેમ-સોનું-કાંચન, ઝાંઝ-મંજીરા-કાંસીજોડું, પખાજ-પખવાજ-મૃદંગ જેવું, વાણોત્તર-સાંભળીને બોલ પાલનાર )
(હેમંતભાઈ) તમે મન મુકીને વરસ્યાં
તમે મન મુકીને વરસ્યાં, અમે જનમજનમના તરસ્યાં તમે મુશળધારે વરસ્યાં, અમે જનમજનમના તરસ્યાં... તમે... હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની. તમે અમૃતરૂપે વરસ્યાં, અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં... તમે... સાદે સાદે શાતા આપે, એવી તમારી વાણી એ વાણીની પાવનતાને, અમે કદી ના પીછાણી તમે મહેરામણ થઈ ઉમટયાં, અમે કાંઠે આવી અટકયાં... તમે... સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા પ્રેમની જ્યોતિ તમે જગાવી, આતમ ઉજવળ કરવા તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં... તમે... ૐ ( મહેરામણ-મહાસાગર )
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-book-20140831-lincoln_bhajan.doc