A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
જીવતાં શીખો રૂડી રીતે રૂડા કરજો કામ, એકદિન તમારી ઝુપડીએ આવશે રાજા રામ... (ટેક)
ભૂખ્યાને ભોજન કરાવો તરસ્યાને દો પાણી, જીવનની આ વાડી તમારી થાશે ના ધૂળધાણી, થાય કસોટી કપરી તોયે હૈયે રાખશો હામ... એકદિન...
આપીને આંખો મીચીને તરત પાછા વળજો, મેં આપ્યું છે મનમાં એવું અભિમાન ના કરજો, આપજો જે કંઈ બની શકે તે કરજો સૌના કામ... એકદિન...
નરહરિ થોડામાંથી થોડું દઈને રાજી રેહજો, હૈયાના ઉમળકે સૌને જય શ્રી કૃષ્ણ કરજો, વેર ઝેરને વીસરી જઈને દેજો સૌને માન... એકદિન...
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-03-bhajans.doc