A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી... અસલી જે સંત...
દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને ગુરુજીના વેચાયે વેચાય જી, બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે આ મરજીવા જીવી જાય જી... અસલી જે સંત...
અમરીયા બની જે નિતનિત ખેલે રે મરવું તો આળપંપાળ જી, ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ એને લાગે નહીં જરી જોને ઝાળ રે... અસલી સંત...
જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને લાભ ને હાનિ મટી જાય જી, આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં ભક્ત પરમ એ કહેવાય જી... અસલી સંત...
મનથી રે રાજી તમે એમ જ રહેજો તો રીઝે સદા નકળંક રાયજી, ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ અસલી રે સંત ઈ ગણાય જી... અસલી જે સંત... ૐ • ગંગા સતી
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-03-bhajans.doc