॥ શ્રી કૃષ્ણાય નમઃ ॥
Shri Krishnaya Namah
Bhulyo Mana Bhamaraa Tun Kyaan Bhamyo
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
ભુલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, દિવસને રાતજી; માયાનો બાંધ્યો પ્રાણીઓ, સમજ્યો નહિ શુદ્ધ વાતજી... (ટેક)
કુંભ કાચો ને કાયા જાવરું, જોઈને કરો રે જતનજી; વણસંતા વાર લાગે નહિ, રાખે રૂડું રતનજી...
કોના છોરું, કોના વાછરું, કોના મા ને કોના બાપજી; અંત કાલે જાવું એકલો, સાથે પુન્ય પાપજી...
જે ઘેર નોબત વાજતી, રુડા છત્રીશ રાગજી; ખંડેર થઈ ખાલી પડયાં, કાળા ઉડે રે કાગજી...
જીવની આશા ડુંગર જેવડી, મરણ પગલાંને હેઠજી; મોટા મોટા ચાલી ગયા, લાખો લખપતિ શેઠજી...
ઉલટી નદી પૂર ઉતરી, જાવું પેલે પારજી; આગળ નીર મળે નહીં, જે જોઈએ તે લેજો સાથજી...
સત્કર્મ સત્ વસ્તુ ઓ’રજો, ઈશ્વર સ્મરણ સાથજી; કબીર જુહારીને નીસર્યા, લેખું સાહેબને હાથજી... ૐ
સદ્ગુરુ સંત કબીર પાયે લાગું
સદ્ગુરુ સંત કબીર પાયે લાગુંય (ગુરુ મારા) સદ્ગુરુ સંત કબીર
અબુધ જીવડો મારો માયામાં ફસાયો, લક્ષરે ચોર્યોસી યોનીમાં અટવાયો. ઉગારો દીનાનાથ... ગુરુ મારા સદ્ગુરુ સંત કબીર...
જોરું છોરું ને ભેરું કોઇ નથી મારું, ભજન વિના જીવન એળે ગયું મારું. આપો ભક્તિનું જ્ઞાન... ગુરુ મારા સદ્ગુરુ સંત કબીર...
જીવન નૈયા મારી ડગમગ ડોલે, ભક્તોના સદ્ગુરુ કબીર કૃપા કરો. ઉતારો ભવજળ પાર... ગુરુ મારા સદ્ગુરુ સંત કબીર ૐ
આરતી – આરતી હો દેવ શિરોમણિ તેરી
આરતી હો દેવ શિરોમણિ તેરી, અવિગત વિગત જુગત નહીં જાણું, ક્યોં પહોંચે બુધ મેરી, આરતી હો દેવ શિરોમણિ તેરી ... આરતી હો. નિરાકાર નિર્લેપ નિરંજન, ગુણ અતીત તુમ દેવા, જ્ઞાન ધ્યાન સે રહેત ન્યારા, કિસબિધ કીજે સેવા ... આરતી હો. નિગમ નેતિ બ્રહ્માદિક ખોજે, શેષ પાર નહીં પાવે, શંકર ધ્યાન ધરે નીશીબાસર, સોભી અગમ બતાવે ... આરતી હો. સબ ગાયે અનુમાન આપણે, તમો ગતિ લખીએ ન જાયે, કહેત કબીર કૃપા કરી જન પર, જ્યોં હૈ ત્યોં સમજાયે ... આરતી હો. ૐ (મૌન પ્રાર્થના) (આરતી હો. – પછી આગળ ગાવું નહી, બીજી કડી લેવી )
આરતી – આરતી હો દેવ શિરોમણિ તેરી શ્રી પદ્મનાભ પરિબ્રહ્મ પુરુષોત્તમ પેઢે નહીં રે, હરિ અવિગત ગોવિંદ સંતજી રે સહાય કરો શ્રીપતિ ધણી રે, હરિ ચત્રુભુજ શ્યામલ વર્ણ, સારંગધર સોહામણો રે, હરિ રૂંવડેલો વૈકુંઠ નાથજી રે, દુક્રીત હરણ દામોદર રે, હરિ નિરજંન નિરાકાર, નિષ્કલંક પુરુષે આરાધીયે રે, ધન ગાયે દ્વારીકા નાથજી રે, શ્યામલ વર્ણ સોહામણો રે, હરિ સેવ્યો સમર્થ સાર, પાર એનો કોઈ નવ લહે રે, હરિ સોહે છે અવિનાશ વ્હાલો, વાસ આપે વૈકુંઠ ધણી રે, હરિ માધવ મુકુંદ મોરાર, મહાદેવ સોહામણો રે, હરિ ભક્તિ મુક્તિ દાતાર લ્યો રે, નારાયણ છે નિર્મલો રે, સદા સારંગધર શું વિચાર, પાર લૈ કનૈયો આત્મા રે, આવી વેગે મળ્યો વિશ્વાસ, તારોની, ત્રીભુવન ટળવળે રે, જીવ તો મોહ્યો છે કુલમાં, કલિકાલે જીવ જંપીઓ રે, એ તો હરિ વિના ન લહે શ્વાસ, શ્વાસ સદા સારંગધર રે, સદા વૈષ્ણવ મન રહે ઉલ્લાસ, આનંદ અંગે ઉલટયો રે, ભલે આવ્યા પરિબ્રહ્મ રાય, વ્હાલો વૈષ્ણવજન માંહી પરવર્યો રે, હરિનો વર્ત્યો જય જયકાર, સાર બોલોની હવે સાચા ધણીનો રે, હરિનો આવ્યો જ્યારે મન વિશ્વાસ, ત્યારે પાસ છૂટયા ચાર ખાણના રે, હરિ ઘેર ઘેર વૈકુંઠ વાસ, દાસ તુમ્હારો વિનવે રે, ભલે આવ્યા પરિબ્રહ્મરાય (૨), સમર્થ ધણી સંતે સેવ્યો રે, દોહા - આદિ અનાદિ એક તું, સ્થાવર જંગમ તારૂં નામ. તું અમર ને તારૂં નામ, સકલ વૈષ્ણવને પ્રણામ. (ૐ મૌન પ્રાર્થના)
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.