A prayer attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
સંસ્કૃત શ્લોક – યં બ્રહ્માવરુણેન્દ્રરૂદ્રમરુતઃ સ્તુવન્તી દિવ્યૈઃ સ્તવૈર્ વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈર્ ગાયન્તિ યં સામગાઃ । ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યત્નિ યં યોગિનો યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ ।। વંદના – જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યાં, સૂર્યાગ્નિ વા વાદળાં જેના મંત્ર, પુરાણ, શાસ્ત્ર ભજનો, ગાયે ૠષિ વ્યાકુળાં; યોગી ધ્યાન ધરી જ, સંયમ કરી, જેની કરે ઝંખના જેનો પાર ન કોઈયે લહી શક્યા, તે દેવને વંદના. શ્રી અર્જુન બોલ્યાઃ સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ? બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો. (૧) શ્રી ભગવાન બોલ્યાઃ મનની કામના સર્વે છોડીને, આત્મામાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો. (૨) દુઃખે ઉદ્વેગનાં ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ, ભય, ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો. (3) આસક્ત નહિ જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. (૪)
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. (૫) નિરાહારી શરીરિનાં, ટળે છે વિષયો છતાં, રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરમ. (૬) પ્રયત્નમાં રહે તોયે, શાણા યે નર ના હરે, મનને ઈન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી. (૭) યોગથી તે વશે રાખી, રહેવું મત્ પરાયણ, ઈન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. (૮) વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે, જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે. (૯) ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ, બુદ્ધિનાશે વિનાશ છે. (૧૦) રાગને દ્વેષ છુટેલી, ઈન્દ્રિયો વિષયો ગ્રહે, વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા. (૧૧) પામ્યે પ્રસન્નતા તેનાં દુઃખો, સૌ નાશ પામતાં, પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર. (૧૨) અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના, ન ભાવ હીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને. (૧૩) ઈન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન, દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે. (૧૪) તેથી જેણે બધી રીતે, રક્ષેલી વિષયો થકી, ઈન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. (૧૫)
નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી, જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા. (૧૬) સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ, સમુદ્રમાં નીર બધાં પ્રવેશે, જેમાં પ્રવેશે સહુ કામ તેમ, તે શાંતિ પામે નહિ કામ કામી. (૧૭) છોડીને કામના સર્વે, ફરે જે નર નિઃસ્પૃહ; અહંતા મમતા મૂકી, તે પામે શાંતિ ભારત. (૧૮) આ છે બ્રહ્મ દશા એને, પામ્યે ના મોહમાં પડે, અંત કાળેય તે રાખી, બ્રહ્મ નિર્વાણ મેળવે. (૧૯)
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા, દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. અસત્યો માંહેથી પ્રભુ, પરમ સત્યે તું લઈ જા, ઉંડા અંધારેથી પ્રભુ, પરમ તેજે તું લઈ જા, મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા, તું હીણો હું છું તો, તુજ દરશનાં દાન દઈજા. ૐ અસતો મા સદ્ ગમય । તમસો મા જ્યોતિર્ગમય । મૃત્યોર્ માઽમૃતં ગમય ॥ ૐ - કીશોરલાલ મશૂળા
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-04-smarananjali.doc