॥ ૐ ॥
Om
Adhyaaya Paanchamo – Paaranaavidhinun Varnana
ગુજરાતી · Katha
A katha attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
વ્રત સંબંધી સંપૂર્ણ નિર્ણય જાણવાની તીવ્ર જીજ્ઞાસા ધરાવનાર શ્રેષ્ઠ બુદ્ધિશાળી બાંધવાગઢ નગરીના સર્વ શ્રેષ્ઠ ધનપતિ ગુરૂ ધની ધર્મદાસજી સાહેબને પુછવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે દયાળુ સ્વામી વ્રતને સારૂં આપે જે પુનેમ બતાવી તે ચૌદશવાળી હોવી જોઇએ કે પૂર્ણચંદ્ર યુક્ત પુનેમ હોવી જોઇએ. અર્થાત કયા દિવસે પુનેમ હોવી જોઇએ તે કૃપા કરીને નિર્ણય કરી સમજાવો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા ધર્મદાસજી સાંભળો. વ્રતને માટે કઇ પુનમ ઉત્તમ છે એ સંબંધમાં સત્ય પુરૂષના વચનોનુસાર તેનો નિર્ણય કહી સંભળાવું. વ્રત સારૂ પડવા યુક્ત પુનેમ નીધ છે, એટલે તજવી અને ચૌદશવાળી પુનેમ ઉત્તમ કરવાવાળી રહેલી છે. એટલા માટે વ્રત કરનારે પડવાનો ભાગ આવતો હોય તે સર્વથી ત્યાગ કરવો. જો અર્ધી રાત સુધી પૂર્ણચંદ્રના દિવસે પુનેમ પહોંચતી હોય તો હે ધર્મદાસજી તે દિવસે વિવેકી જનોએ એ પુનેમ વ્રત કરવું. વ્રત માટે એવો નિર્ણય છે કે શિયાળામાં ઓછામાં ઓછી બત્રીસ ઘડી અને ઊનાળામાં ચાલીશ ઘડી પુનેમ હોવી જોઇએ. અને બને ત્યાં સુધી પુનેમના વ્રતીએ પુનેમમાં પુજન કરી લેવું જોઇએ. એ ધ્યાનમાં રાખવું કે પુજનના વખતે પડવાનો વેધ ન થવા પામે અથવા પડવાના ભાગમાં પુજન કદાપી કરવું નહિ. વળી હે ધર્મદાસજી દિવસનો પહેલો અર્ધો ભાગ એટલે બપોર સુધી ચૌદશ હોય અને બાકીના ભાગમાં પુનેમ હોય તો આ યોગ પુનેમના વ્રત માટે ઘણોજ ઉત્તમ છે, તો પુનેમના દિવસે પુનેમ છોડી તેના આગલા દિવસે એટલે ચૌદશના રોજ વ્રત કરી લેવું, પરંતુ પૂજન તો પુનમ લાગે ત્યારે જ કરવું. કેમ કે વ્રત કરનારે પુનેમનું પૂજન તો હંમેશા પુનેમની તિથિમાં જ કરવું ઉચીત છે. ચૌદશ કે પડવામાં કરવું નહિ. ધર્મદાસજી બોલ્યા હે દયાળુ સદ્ગુરૂ પુનેમનું પૂજન કેવી રીતે કરવું તે હવે બતાવો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે ધર્મદાસજી હવે હું પુનેમની પુજન વિધિ બતાવું છું. જે મન વચન કર્મથી તે પ્રમાણે ચાલનારને મન વંચિત ફળ આપનાર છે. હે ધર્મદાસજી પ્રથમ સફેદ વસ્ત્રનો ચંદરવો (છતનું કપડું) બાંધવો અને તેની નીચેની જમીન ધોળી માટીથી લીપી નાખવી. ચંદ્રનો ઉદય થયા પછી પુનમની તીથીમાં વ્રત કરનારે પૂજા વીધી શરૂ કરવી. લીપેલી જમીન ઉપર સફેદ ચંદરવા નીચે ધઉં કે ચોખાનો સુંદર ચોક પુરવો. પૂર્વ દિશામાં જળપૂર્ણ કળશ ઉપર પાંચ બત્તીનો દીવો કરવો. ચંદરવો તથા કળશને આંબા કે આસો પાલવના પાંદડાઓથી સુશોભીત બનાવવો. પૂજા કરનાર વ્રતીએ ચોકા પર સ્વચ્છ કેળનું પાંદડું મુકવુ તેમજ સારા પાણીદાર પાંચ નાળિયેર કેળનાં પાન ઉપર ગોઠવવા. વળી ઉત્તમ નાગરવેલના પાન ધોવડાવી મુકવા અને શ્રદ્ધા પુર્વક સવાયાના હિસાબે ઉત્તમ નૈવેધ તૈયાર કરી અષ્ટમેવા તેમજ કદલી (કેળા) ફળની સાથે ચોકમાં મુકવા. વ્રત કરનારે જે જે ઋતુમાં થતાં સ્વાદિષ્ટ ફળ તથા સુગંધીવાળા પુષ્પો પણ પુજામાં મુકવા. સારૂં જરૂર મંગાવી ચોકમાં મુકવા જોઇએ. ગાયના દૂધનું અમીદની એટલે ચરણામૃત બનાવવું. ગાયના ઘીનો દીવો ચેતાવવો તેમજ સુગંધી યુક્ત ધુપ અગરબત્તી વિગેરે બધી સાધન સામગ્રી તૈયાર કરવી. પુજનની સઘળી સામગ્રી તૈયાર થયા પછીથી પુનેમ વ્રત કથાના ગ્રંથની સારી રીતે શણગારેલી ગાદી ઉપર સ્થાપના કરવી અને કથા શ્રાવણ માટે, ભક્તો, જ્ઞાતિ, ભાઇઓ તથા કુટુંબીજનોને પ્રેમભાવ સાથે તેડી લાવવા. નજીકના રહેવાસી સંત મહાત્માઓને આમંત્રણ પૂર્વક તેડાવી તેમને ઉત્તમ આસનો આપવા તેમજ ગુરૂ તથા મહંત સાહેબોને સન્માનપૂર્વક બોલાવી તેમને સ્વચ્છ અને સારી ગાદી બીછાવી પધરાવવા અને ભક્તિ પૂર્વક તેઓના ચરણ કમળો ધોઇ તેમજ હાથપગ ધોઇ નમ્રતાપૂર્વક ચંદન પુષ્પ વિગેરેથી તેઓની પૂજા કરવી અને ત્યાર પછી કથાનો આંરભ કરવા માટે પ્રાર્થના. હે ધર્મદાસજી એ દિવસે જો ગુરૂ અગર બીજા મહંત સાહેબ કે યોગ્ય સાધુ હાજર ન હોય તો વ્રતીએ પોતે સારા મધુર સ્વરે વિવેચન સાથે વ્રતની કથા કહી સંભળાવવી. કથાના અંતે મૃદંગ વિગેરે સારા વાજીંત્રોના મધુર સ્વર સાથે સાધકવૃત્તિએ બીજા સતસંગીઓ સહીત મંગળ પૂર્ણિમાસીનો મંગળ વિગેરે શબ્દો ગાવા. ત્યાર પછીથી ગુરૂ તેમજ પધારેલા સંત મહાત્માઓની યથાવિધી ભેટપૂજા કરવી અને ચરણામૃત લેવું અને અગરબત્તી, કપૂર સાથે ફુલ ચઢાવી બત્તી સળગાવી આરતી ઉતારવી. જો તે વખતે નાળિયેર મોરી શકે તેવા મહંત પુરૂષ હાજર હોય તો તેમણે નાળિયેર મોરવું, નહિ તો વ્રતીએ પુજાના નાળિયેર મુકી રાખવા અને જ્યારે કોઇ યોગ્ય મહંત પુરૂષ આવી ચઢે ત્યારે મોરાવી લેવા. બાદમાં શંખ, ઘડિયાળ, નગારૂં વિગેરે વગાડી તેમજ મૃદંગ વિગેરે તાલ ભોગ લગાડવો. ભોગ શબ્દ સત્ય પુરૂષને નૈવેદ ધરાવવું અને ભોગ લગાવ્યા બાદ વ્રતીએ ગુરૂ સાધુ તેમજ અન્ય સ્વજનોને ભક્તિ ભાવ સાથે વંદન કરી પ્રસાદ વહેંચવો. આ પ્રમાણે દરેક માસે પુનેમ વ્રતનું આચરણ કરનાર પુરૂષને મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. હે ધર્મદામજી તમે નિશ્ચયપૂર્વક માનશો કે મારૂં વચન કદાપી મીથ્યા હોતુ નથી. સદ્ગુરૂના મુખાર્વિન્દથી ઉપર પ્રમાણેની પુજાવિધિ સાંભળી ધર્મદાસજી હર્ષ યુક્ત થઈ સદ્ગુરૂના ચરણ કમળોને નમન કરીને બંને હાથ જોડી કહેવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે બંદીછોડ હવે હું એ પુછવા ઇચ્છું છું કે આ વ્રતના પારણાની વિધિ કેવી રીતે કરવી. તે કૃપા કરીને કહો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે બુદ્ધિશાળી અને ધનવાનોમાં શ્રેષ્ઠ સૃહુત તમે સાંભળો હું મારા પોતાના સત્ય મતને અનુસરી પારણાની વીધી બતાવું છું. હે ધર્મદાસજી વ્રતના પારણા કરવા માટે દૂધ તથા સાકર મેળવી ચોખાની ખીર બનાવરાવવી. વળી ઘીમાં પૂરી કરાવવી. ઉપર પ્રમાણે સાત્વીકતાથી ઉત્તમ વ્યંજનો સાથે ભોજન તૈયાર કરી ભક્તિવાન વ્યક્તિએ બધી સામગ્રી વડે સત્ય પુરૂષને ભોગ લગાવવો. ઘેર પધારેલા ગુરૂ તેમજ સંત સાધુઓને સર્વ પ્રથમ ભોજન કરાવવું. પ્રેમથી પ્રસાદ લેવડાવવો અને ત્યાર પછી વ્રતિએ સંતગુરૂનો શીત પ્રસાદ ગ્રહણ કરવો ત્યાર પછી નાગરવેલના પાન વિગેરે ગુરૂ તેમજ સંત મહાત્માઓને આપવા અને પછી પોતે ભોજન માટે આજ્ઞા લેવી. હે ધર્મદાસજી બુદ્ધિમાન હંસજનોએ ભોજન કરવું જોઇએ અને ચંદ્રલગ્નમાં () ધ્યાન ધરવું જોઇએ. આ પ્રમાણે હરહંમેશ સત્ય પુરૂષની ભક્તિ તથા ભજન સ્મરણમાં લીન રહેવું. જો કદાચ ગુરૂ તેમજ સંત મહાત્માઓ કોઈ વખત ન મળે તો કોઇ ગરીબ માણસને ભોજન કરાવવું પરંતુ ચોરની માફક પોતે એકલાએ ભોજન કરવું નહિ. હે ધર્મદાસજી પાપોના સમુહનો નાશ કરનારી આ પુનમ વ્રતની કથા મેં તમને કહી સંભળાવી તે તમારે ભક્તજનોને જ કહેવી. જે કોઇ પુરૂષ હરહંમેશ સ્નાનથી પરવારી શુદ્ધ થઇ નિયમ પૂર્વક આ પવિત્ર કથાનો પાઠ કરશે, હે ધર્મદાસજી, તે સુખ પૂર્વક ચોર્યાસી લાખ યોનિઓના સંકટમાંથી બચી જશે. જો દરરોજ ૧ (એક) બની શકે તો પુનેમના રોજ તો અવશ્ય આનો પાઠ કરવો. પુનેમના દિવસે જે કોઇ આનો પાઠ કરશે, અગર સાંભળશે કે સંભળાવશે તે શ્રેષ્ઠ પદને પહોંચી શકશે. હે ધર્મદાસજી પુનેમનું મહાત્મય કેટલું કહીએ એના મહિમાના વિસ્તારનો અંત જ નથી. જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે એટલા માટે મે થોડામાં વર્ણન કીધું છે. પુનેમના વ્રત કરી અને તેના પ્રભાવે સત્ય લોકની ચારે બાજુ હંસોની સૂરતી ઉધ્વમુખ થતી જોઈ બ્રહ્માદી દેવ ઘણા આશ્ચર્ય પામતાં હંસોના ગૂણ ગાય છે. સદ્ગુરૂ કબીર સાહેબે કથન કરેલા આ પુનેમ વ્રતને ધન્યવાદ છે કે ઉપાસકો દરેક પ્રકારના યમરાજના પાસામાંથી બચાવીને સીધા સત્ય લોકમાં પહોંચાડે છે. જેઓએ આ કઠણ વ્રતનું પાલન કર્યું છે તેવા સજ્જનોને ધન્યવાદ છે. કે જેમણે લોકલાજને ધૂતકારી કાઢી સદ્ગુરૂના ચરણ કમળનો આશ્રય ગ્રહણ કર્યો છે. આ પ્રમાણે સમગ્ર દેવો, ગંધર્વો, કીન્નરો તેમજ દેવર્ષિગણો આ વ્રતનો મહિમા ગાતા રહે છે. સદ્ગુરૂ કબીર સાહેબ કહે છે કે હે ધર્મદાસજી તમે જે વ્રત સંબંધી નિર્ણય પુછ્યો હતો તે મેં તમારો અનુપમ પ્રેમ અને શ્રદ્ધા જોઇ સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યો. આ પ્રમાણે બાંધવાગઢ નગરીમાં સદ્ગુરૂ કબીર ધની ધર્મદાસજી સાહેબના વ્રતના નિર્ણય સંબંધમાં જે સવાલ થયો હતો તેને સદ્ગુરૂના ચરણ કમળોમાં સારા સ્વાદમાં ભમરાની પેઠે લીન બનેલા સૃકૃત નામના દાસે પોતાના ચરણે સંપૂર્ણ કરી છે.
આ પ્રમાણે સદ્ગુરૂ કબીર સાહેબ અને ધની ધર્મદાસજી સાહેબના સંવાદરૂપ પુનેમનાવ્રત કથાનો પારણાવિધિનું વર્ણન સાથેનો પાંચમો અધ્યાય પુરો થયો. સદ્ગુરૂ દેવકી જય. પુનેમ મહાત્મયકી જય. કબીર સાહેબકી જય. પુનેમની કથા સંપૂર્ણ ૐ શ્રી રાધે. ૐ
પ્રભાતે ઉઠતા કરાગ્રે વસતે લક્ષ્મી કર મદ્ધ્યે સરસ્વતી । કર મૂલે તુ ગોવિન્દં પ્રભાતે કર દર્શનમ્ ।। ધરતી માતાને હે ધરતી માતા તમારી છાતી પર પગ મુકુ જેથી મને માફ કરજો, ધરતી માતાની જે. સદા ભવાની સહાય રહો, સનમુખ રહો ગણેશ પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. * * * સવારની પ્રાર્થના * * * આજ પ્રભાતની વિનંતી મારી નાથ અંતરમાં આપ ધરજો. આજની જીંદગી રાત સુતા સુધી ચિતડું ચરણની પ્રીત ધરજો. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જલને કમળની જેમ રાખો. કરૂ સૌ કર્મને પાળુ મુજ ધર્મને, ફળ તણી આશાથી દૂર રાખો. સુખી રહુ સુખમાં સુખી રહુ દુઃખમાં, સુખને દુઃખના ભેટ ટાળો. પાંખમાં રાખીને દુઃખડા કાપીને, જાણે અજાણના પાપ બાળો. ના હું સંતસંગમાં રાચુએ રંગમાં, અંગમાં ભક્તિના પૂર ભરજો. ઇચ્છું કલ્યાણ હુ મિત્ર દુશ્મન તણું, જગતનું નાથ કલ્યાણ કરજો. આંખ છે આંધળી, તુંજ શું નાથ તે છતાં હે હરી લક્ષ દેજો. દોડતા આવીને પૂનિત સંભાળીને અંતરે નાથ દર્શન દેજો. * * * સૂતી વખતે * * * સુતા આજની રાત નાથ, સોપું કાયા પ્રભુ ચરણમાં. સોપું છું મન, ઇન્દ્રિયો, પ્રભુ તારા ચરણમાં. કીધા જાણ અજાણ કર્મ દીનતા માફી પ્રભુ આપજો. નીદ્રામાં પુનિતના સ્વપ્ને ઝાંખી પ્રભુ આપજો.
A katha attributed to Traditional.
A katha attributed to Traditional.
Vishvamitra (Rigveda 3.62.10) · Vedic
Om — earth, atmosphere, heavens.
Brihadaranyaka Upanishad 1.3.28 · Vedic
Lead me from the unreal to the real.
Pandava Gita (traditional) · Traditional
You alone are my mother and father.
Traditional Ganesh dhyana · Ancient
O curved-trunked, mighty-bodied one, radiant as a million suns — make all my undertakings free of obstacles, always.
Traditional (Deepa shloka) · Ancient
The verse recited while lighting the evening lamp.
Traditional (Shanti Mantra) · Ancient
The universal Sanskrit prayer for the welfare of all beings.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.