॥ શ્રી દુર્ગાયૈ નમઃ ॥
Shri Durgayai Namah
Shree Yogeshvara Baavanee
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
શ્રી યોગેશ્વર જય ગુરૂદેવ, સુરવર કરે તમારી સેવ, નાના મોટા કરે પ્રણામ, મનોરથ બને સફળ તમામ. સાક્ષર તેમ નિરક્ષર સર્વ, મનાવતા દર્શનથી પર્વ, જનમ્યા પાવન ગુર્જર દેશ, તપ્યા હિમાલય દિવ્ય પ્રદેશ. (૪) ઋષિકેશ ને દેવપ્રયાગ, વસ્યા લઇ પ્રભુનો અનુરાગ, દર્શન દશરથ પર પામ્યા, સંકટ સઘળાંયે વામ્યા. કરી કુટિરમાં તપસ્યા ઘોર, અનશન વ્રત ધારીને ઓર, વર્ષો સુધી રાખતા મૌન, બીજા કાર્યો ગણતા ગૌણ. (૮) પામ્યા જગદંબા દર્શન, સમાધિમાં પ્રભુનું સ્પર્શન, પામ્યા અદ્ભુત અનુભવ અન્ય, કર્યુ એમ જીવનને ધન્ય. સિધ્ધો કેરી કૃપા મળી, સિધ્ધિઓ સંપૂર્ણ વરી, તો પણ સરળ સ્વભાવ સદા, આસક્ત નહીં થયા કદા. (૧૨) માતાજીને રાખ્યા પાસ, એકાંત મહીં કરતાં વાસ, દર્શાવ્યો સેવાનો રાહ, છોડી લૌકિક સઘળી ચાહ. યાત્રાઓ અણમોલ કરી, માતાજીને શાંતિ ધરી, પ્રભુરૂપ બનીને વિહર્યા, પ્રકાશને દેતાં વિચર્યા. (૧૬) મર્મ શાસ્ત્રના દિવ્ય ગ્રહ્યા, જીજ્ઞાસુને સમસ્ત કહ્યા, પ્રવચન લેખનથી અણમોલ, સેવા કરી કહે તે કોણ. પરદેશ મહીં ધર્મ પ્રચાર, કર્યો જઈને વારંવાર, ધન, ધરા, રમા મુક્ત રહ્યા, આદર્શ પરમ દિવ્ય ગ્રહ્યા. (૨૦)
રાય તથા રંક તણા ભેદ, તમને અડતા ન લવલેશ, જ્ઞાનમૂર્તિ સંપૂર્ણ તમે, વેદ બધા સપ્રેમ નમે. પ્રેમતણા છો પ્રગટ સ્વરૂપ, અવર્ણનીય અનાદિ અનુપ, કરૂણાસાગર શોભાધામ, સંયમશીલ મૂર્તિ કૃતકામ. (૨૪) અભયંકર હે અભય સ્વરૂપ, શાંતિ તણા સાગર રસરૂપ, દૈવી સંપત્તિ સ્વામી, નિર્ગુણ નાગર નિષ્કામી. રિધ્ધિ સિધ્ધિના દાતા, ગુણ પ્રભુના નિશદિન ગાતા, નિર્મળતા ટપકે નૈને, તેજસ્વી ભરતાં પ્રેમે. (૨૮) મુખ મંડળ પર મધુર પ્રસાદ, દૂર કરે સઘળોય વિષાદ, ક્રાંતિ ભરેલી છે કાયા, શાંતિ તણી જાણે છાયા. તપથી તૃપ્ત થયાં અંગાંગ, રસમાં સ્નાન કરે સર્વાંગ, શ્વેત વસ્ત્રો ને ઋષિનો વેશ, અહંકાર તો ના લવલેશ. (૩૨) જોતાં વેંત જ આદર થાય, પ્રેમ પ્રગટતાં સંશય જાય, મધુર ચલન ને મધુર વચન, મધુર દ્રષ્ટિ ને મધુર વદન. મધુમય ભાવ વિચાર તથા, શમાવતા સર્વત્ર વ્યથા, વસંત ઋતુની જેમ ફરે, મંગલ સૌનું સદા કરે. (૩૬) નવજીવન દે, શાંતિ ધરે, ત્રિતાપને તત્કાળ હરે, તારા તપે અનેક નભે, સૂર્ય ચંદ્ર પણ એક જ છે. એવા એક તમે જગતમાં, પડે સિધ્ધ મુનિ સુર પગમાં, શરણ અમોને સદા ધરો, સકળ કામના પૂર્ણ કરો. (૪0) જ્ઞાન ધ્યાન ભકિત વૈરાગ્ય, આતમનો આપો અનુરાગ, કરો પવિત્ર સદા અમને, પ્રાર્થીએ નિશદિન તમને.
ભુલીએ નિજરૂપ નહીં, લિપ્ત બનીએ નહીં કહી, નિર્મમ નિરાસક્ત સઘળે, તારો જીવન તેમ તરે. (૪૪) ક્ષતિ અમારી ક્ષમા કરો, અલ્પ ગુણોને ઘણા ગણો, સદા આપજો આશીર્વાદ, જગવી પરમાત્માનો નાદ. જીવનમંગલ અમે કરી, ધ્યાન ધારણા નિત્ય ધરી, જીવનમુક્ત બનીએ સર્વ, માણીને જીવનનું પર્વ. (૪૮) ફરી કરીએ આજ પ્રણામ, ભાવભકિતથી અમે તમામ, યોગેશ્વર પ્રભુ દીનદયાળ, અનુગ્રહ વરસાવો તત્કાળ. પાઠ કર્યાથી શાંતિ મળે, ચિંતા, જડતા, ભીતિ ટળે, એક વાર વધુ વાર સપ્રેમ, વહન થાય છે યોગક્ષેમ. (૫૨) ( દોહરો ) ચરણકમળમાં પ્રેમથી, વારંવાર પ્રણામ રક્ષો ભવસાગર તણાં, વિધ્નો થકી તમામ.
ગુરદેવ યોગેશ્વર ભગવાન કૃપાળુ યોગેશ્વર ભગવાન દયામય યોગેશ્વર ભગવાન જય જય યોગેશ્વર ભગવાન જય જય સર્વેશ્વરી સુખધામ બોલો ભાઇ સબ સંતન ભગવાન ૐ - મા સર્વેશ્વરી
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Traditional · Traditional
Glory to Mother Amba, the fair and the dark one.
Shivanand Swami · 1818
Glory to the Primordial Shakti, who illumines the whole universe, and appeared on the first day (of creation).
Adi Shankaracharya (traditionally attributed) · 8th century
The thunderous Navratri hymn to Durga, slayer of the buffalo-demon.
Durga Saptashati (Markandeya Purana) · Ancient
The crowning prayer of the Devi Mahatmya to Narayani.
Markandeya Rishi · Ancient (Markandeya Purana)
The 'armour of the Goddess' — a protective hymn invoking the Divine Mother to guard every direction.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.