॥ શ્રી દુર્ગાયૈ નમઃ ॥
Shri Durgayai Namah
Aashaa Bharyaa Te Ame Aaviyaan
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
આશા ભર્યા તે અમે આવિયાં ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા…… (૨)
શરદપૂનમની રાતડી ને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ…
વૃંદા તે વનના ચોકમાં કાંઈ નામે નટવરલાલ રે…. આવેલ…
જોતાં તે વળતાં થંભિયાં ઓલ્યા નદિયું કેરા નેર રે…. આવેલ…
અષ્ટકુળ પર્વત ડોલિયા ને ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે…. આવેલ…
મે’તા નરસૈયાના સ્વામી શામળિયા સદા રાખો ચરણની પાસ રે…. આવેલ…
નરસિંહ મહેતા ૐ
અવિનાશ વ્યાસ – ચરર ચરર Saturday, February 17th, 2007
ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે, આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦
ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા ! ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા ! મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦
અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે, નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે; અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે. ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦
ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું, ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું; દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે, આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર ૦
– અવિનાશ વ્યાસ
મસ્તાન – અંબા માનાં ઊંચા મંદિર નીચા મો’લ Monday, October 2nd, 2006
અંબા માનાં ઊંચા મંદિર નીચા મો’લ, ઝરૂખડે દીવા બળે રે લોલ…
અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે, શિખરે શોભા ઘણી રે લોલ … અંબા માના …
આવી આવી નવરાત્રીની રાત કે, બાળકો રાસ રમે રે લોલ … અંબા માના …
અંબે મા ગરબે રમવા આવો કે, બાળ તારાં વીનવે રે લોલ … અંબા માના …
અંબે માને શોભે છે શણગાર કે, પગલે કંકુ ઝરે રે લોલ … અંબા માના …
રાંદલમા રાસે રમવા આવો કે, મુખડે ફૂલડાં ઝરે રે લોલ … અંબા માના …
બહુચર ગરબે રમવા આવો કે, આંખથી અમી ઝરે રે લોલ … અંબા માના …
મા તારું દીવ્ય અનુપમ તેજ તે જોઈ મારી આંખ ઠરે રે લોલ … અંબા માના …
ગરબો તારો બાળ ગવરાવે કે, ‘મસ્તાન’ તારા પાયે પડે રે લોલ … અંબા માના …
-મસ્તાન (Mastan. Comments »
લોક સાહિત્ય – ઢોલીડા ઢોલ તું વગાડ Sunday, October 1st, 2006
ઢોલીડા ઢોલ તું વગાડ, ગરબો હેલે ચઢયો રે સૂતેલા માનવી જગાડ, ગરબો હેલે ચઢયો રે ….
દેજો રંગતાળી ને વાગે છે તાળી. ગરબે છંટાયા ગુલાલ … ગરબો હેલે ચઢયો રે ….
ગરબો ગાજે છે પેલા ગબ્બરના ગોખમાં ડુંગરમાં બોલે છે મોર … ગરબો હેલે ચઢયો રે …. ગરબો જોવાને તમે એકવાર આવજો સરખી સાકેલીઓની સાથ … ગરબો હેલે ચઢયો રે ….
ચારે બેનો રમે ચાચર ચોકમાં રત્ન તળાવડીની પાળ … ગરબો હેલે ચઢયો રે …. ઢોલીડા ઢોલ તું વગાડ, ગરબો હેલે ચઢયો રે Comments »
લોક સાહિત્ય – સાથીયા પુરાવો દ્વારે Friday, September 29th, 2006
(via ટહુકો an excellent site)
સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ… આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે
નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે
દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
સાંભળો (click to listen)(Sathiya puravo. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
Posted in ગરબા - રાસ (garba-raas), લોક સાહિત્ય (lok sahitya), સંગીત સાથે (audio) | 1 Comment »
લોક સાહિત્ય – મારી શેરીએથી કાનકુંવર Thursday, September 28th, 2006
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી બજાવતા રે લોલ. હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢણ અંબર વીસરી રે લોલ. હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ, ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ. સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ. મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ મીઠી તે મોરલી વગાડતા રે લોલ
(Maari sheriae thi kaankuwar. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
Posted in ગરબા - રાસ (garba-raas), લોક સાહિત્ય (lok sahitya) | 2 Comments »
લોક સાહિત્ય – વાદલડી વરસી રે Wednesday, September 27th, 2006
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં. સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં. ટેક મારા પગ કેરાં કડલાં રે, વીરો મારો લેવા હાલ્યો. વીરા લઇને વહેલો (૨) આવજે રે, સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …
મારા હાથ કેરો ચૂડલો રે, વીરો મારો લેવા હાલ્યો. વીરા લઇને વહેલો (૨) આવજે રે, સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …
મારી ડોક કેરો હારલો રે, વીરો મારો લેવા હાલ્યો. વીરા લઇને વહેલો (૨) આવજે રે, સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …
મારા નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો. વીરા લઇને વહેલો (૨) આવજે રે, સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી … વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં. સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં.
(Vaadaldi varsi re. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
Posted in ગરબા - રાસ (garba-raas), લોક સાહિત્ય (lok sahitya) | 1 Comment »
વલ્લભ ભટ્ટ – રંગતાળી રંગતાળી Tuesday, September 26th, 2006
રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી. મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી. મા ચાચરના ચોકવાળી રે, રંગમાં રંગતાળી. મા મોતીઓના હારવાળી રે, રંગમાં રંગતાળી. મા ધીના દીવડાવાળી રે, રંગમાં રંગતાળી. મા માનસરોવરવાળી રે, રંગમાં રંગતાળી. મા ચુંવાળના ચોકવાળી રે, રંગમાં રંગતાળી. મા અંબે આરાસુરવાળી રે, રંગમાં રંગતાળી. મા કાળી તે પાવાવાળી રે, રંગમાં રંગતાળી. મા કલક્ત્તે દિસે કાળી રે, રંગમાં રંગતાળી. મા ભક્તોને મન વ્હાલી રે, રંગમાં રંગતાળી. મા દૈત્યોને મારવાવાળી રે, રંગમાં રંગતાળી. મા અંબા ને બહુચરા બેની રે, રંગમાં રંગતાળી. ક્યાંય મળતી નથી જોડ તેની રે, રંગમાં રંગતાળી. માને શોભે સોનાની વાળી રે, રંગમાં રંગતાળી. માએ કનકનો ગરબો લીધો રે, રંગમાં રંગતાળી. માંહી અત્રીસ બત્રીસ જાળી રે, રંગમાં રંગતાળી. તેમાં રત્નનો દીવડો કીધો રે, રંગમાં રંગતાળી. માએ ઓઢણી કસુંબી ઓઢી રે, રંગમાં રંગતાળી. મા ફરે કંકુડાં ઘોળી રે, રંગમાં રંગતાળી. માંહી નાના તે વિધની ભાત રે, રંગમાં રંગતાળી. ભટ્ટ વલ્લભને જોવાની ખાંત રે, રંગમાં રંગતાળી.
– વલ્લભ ભટ્ટ (Vallabh Bhatt . Rang taali rang tali re . Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
Posted in ગરબા - રાસ (garba-raas), લોક સાહિત્ય (lok sahitya) | 1 Comment »
અવિનાશ વ્યાસ – તાલીઓના તાલે ગોરી Monday, September 25th, 2006
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે, પૂનમની રાત … ઊગી પૂનમની રાત … આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે, પૂનમની રાત … ઊગી પૂનમની રાત … ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો, કહેતી મનની વાત રે … પૂનમની રાત … ઊગી પૂનમની રાત … તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે, પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી, ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી, રાતલડી રળિયાત રે … પૂનમની રાત … ઊગી પૂનમની રાત … તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે, પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો, રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો, રસ રમે જાણે શામળિયો , જમુનાજીને ઘાટ રે … પૂનમની રાત … ઊગી પૂનમની રાત … તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે, પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
– અવિનાશ વ્યાસ
સાંભળો (click to listen)
Comments »
લોક સાહિત્ય – વાદલડી વરસી રે Wednesday, September 27th, 2006
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં. સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં. ટેક મારા પગ કેરાં કડલાં રે, વીરો મારો લેવા હાલ્યો. વીરા લઇને વહેલો (૨) આવજે રે, સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …
મારા હાથ કેરો ચૂડલો રે, વીરો મારો લેવા હાલ્યો. વીરા લઇને વહેલો (૨) આવજે રે, સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …
મારી ડોક કેરો હારલો રે, વીરો મારો લેવા હાલ્યો. વીરા લઇને વહેલો (૨) આવજે રે, સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …
મારા નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો. વીરા લઇને વહેલો (૨) આવજે રે, સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી … વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં. સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં. નરસિંહ મહેતા – ખમ્મા, મારા નંદજીના લાલ Saturday, September 23rd, 2006
ખમ્મા, મારા નંદજીના લાલ, મોરલી ક્યાંરે વગાડી?
હું રે સૂતી’તી મારા શયનભવનમાં, સાંભળ્યો મોરલીનો નાદ … મોરલી … ખમ્મા …
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી, ભૂલ ઈ ગૈઅ સુધ ભાન સાન … મોરલી … ખમ્મા …
પાણીડાંની મસે જીવન જોવાને હાલી, દીઠાં મેં નંદજીના લાલ … મોરલી … ખમ્મા …
દોણું લૈઅને ગૌ દો’વાને બેઠી, નેતરાં લીધાં હાથ … મોરલી … ખમ્મા …
વાછરુ વરારે મેં તો છોકરાંને બાંધ્યાં નેતરાં લૈઅને હાથ મોરલી ક્યાં રે વગાડી?
ખમ્મા, મારા નંદજીના લાલ, મોરલી ક્યાંરે વગાડી?
– નરસિંહ મહેતા વલ્લભ ભટ્ટ – મા પાવા તે ગઢથી ઊતર્યા Friday, September 22nd, 2006
(રાગ: ભીમ પલાસ, તાલ: ખેમટો)
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે, માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે.
મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે, સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે, મારી અંબા માને કાજ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા માળી તે આવે મલપતો, મા કાળી રે, એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા કુંભારી આવે મલપતો, મા કાળી રે, એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા સુથીરી આવે મલપતો, મા કાળી રે, એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા ગાય શીખે ને સાંભળે, મા કાળી રે, તેની અંબા મા પૂરજો આશ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
– વલ્લભ ભટ્ટ સંગીત સાથે (audio) | 4 Comments »
લોક સાહિત્ય – હું તો કાગળિયાં લખી લખી થાકી Wednesday, September 20th, 2006
હું તો કાગળિયાં લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા, મારાં કાળજડાં ઠરી ઠરી જાય રે, છોગાળા તારા મનમાં નથી. … હું તો …
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા, મારા પાવલિયા બળી બળી જાય રે, છબીલા તારા મનમાં નથી. … હું તો …
આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા, મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે, વહાલીડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. લોક સાહિત્ય – પાણી ગ્યાં’તાં રે Monday, September 18th, 2006
પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે, પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.
ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે, કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી … લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે, હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે, કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી … સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે, હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે, કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી … આછા તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે, રૂમઝૂમ કરતી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે, પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Traditional · Traditional
Glory to Mother Amba, the fair and the dark one.
Shivanand Swami · 1818
Glory to the Primordial Shakti, who illumines the whole universe, and appeared on the first day (of creation).
Adi Shankaracharya (traditionally attributed) · 8th century
The thunderous Navratri hymn to Durga, slayer of the buffalo-demon.
Durga Saptashati (Markandeya Purana) · Ancient
The crowning prayer of the Devi Mahatmya to Narayani.
Markandeya Rishi · Ancient (Markandeya Purana)
The 'armour of the Goddess' — a protective hymn invoking the Divine Mother to guard every direction.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.