A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
એવી છે કુદરતની કળા, અણધાર્યુ તે આગળ થાય. આપણું ધાર્યુ કાંઈ નવ થાય, પ્રભુનું ધાર્યુ આગળ થાય...
રાજા દશરથ એના મનમાં વિચારે, વહેલી સવારે રામને ગાદીએ બેસાડું, વહેલી સવારે રામ વનવાસ જાય... અણધાર્યુ... રાજા રાવણ તો અતિ મહા બળિયો, સીતા માતાનું હરણ કરી ગયો, સોનેરી લંકામાં લાગી છે લાય... અણધાર્યુ... અર્જુન નંદન મહા પરાક્રમી, સાતે કોઠા જીતવાને યુધ્ધે ચઢયો, સાતમે કોઠે વ્હાલો રણમાં રોળાય... અણધાર્યુ... શેઠ સાગળશાને ચંગાવતીરાણી, બ્રાહ્મણ જનોને ભોજન કરાવે, પુત્ર ચેલૈયો ખાંગણીએ ખંડાય... અણધાર્યુ... સદ્-ગુરૂ કબીરજી સ્વર્ગે સીધાવ્યા, હિન્દુ ને મુસ્લિમ ઝઘડો ચલાવે, ચાદર ખસેડતા ફુલડાં દેખાય... અણધાર્યુ...
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-04-smarananjali.doc