॥ શ્રી દુર્ગાયૈ નમઃ ॥
Shri Durgayai Namah
Shree Guroo Baavanee
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
પ્રથમ નમું શ્રી ગણેશરાય, જેને સમરે સંકટ જાય. નમું શારદા નમું મહેશ, નમું વિરંચી ને પરમેશ. સદ્ગુરૂ ચરણે વંદન કરૂં, સંત ભક્તને પ્રથમે સ્મરૂ. ગુરૂ બાવની વદવા ચહું, સકળ દેવનું શરણું ગ્રહું. (૪) મહાતત્ત્વ તે ગુરૂ ગણાય, બાકી સઘળું વ્યર્થ મનાય. ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ મહેશ, અગમ અગોચર ગુરૂનો દેશ. બ્રહ્મ નિષ્ઠ શ્રોતિય મહાન, ઉપદેશે ટાળે અજ્ઞાન. સદ્ગુરૂ પોતે પારસમણિ, ટાળે ચિંતા સેવક તણી. (૮) કથિરમાંથી કંચન કરે, જીવપણું સેવકનું હરે. તત્ત્વ તત્ત્વનું આપે જ્ઞાન, હુંપદનું ભૂલાવે ભાન. ગંગા હરતી જનના પાપ, ચંદ્ર હરે છે તનનો તાપ. કલ્પ વૃક્ષ દીનતાને હરે, ત્રણે કામ સદ્ગુરૂજી કરે. (૧૨) પ્રપંચ પડદા ગુરૂજી હરે, નરમાંથી નારાયણ કરે. કરે ગુરૂ કાપીને ગમ, પુરુષમાંથી પુરુષોત્તમ. અજાયબી ગુરૂતણી અતિવ, જીવમાંથી એ કરતા શિવ. રજ્જુમાં ભુજંગ જણાય, પ્રકાશથી મિથ્યા સમજાય. (૧૬) મિથ્યા જગનો મિથ્યા ભાસ, ભય ઉપજાવે જીવને ખાસ. જ્ઞાનદીપક સદ્ગુરૂજી ધરે, ભય સેવકનો ગુરૂજી હરે. એક બ્રહ્મ બીજુ નહિ કાંઈ, સત્ય બતાવે સદ્ગુરૂ સાંય. અનંત શક્તિનો ભંડાર, જીવ બન્યો પામર લાચાર. (૨૦)
જીવ જીવના પાડી ભેદ, અજ્ઞાની ઉપજાવે ખેદ. એ જો સદ્ગુરૂ શરણે જાય, ભ્રમણાં એની ભાંગી જાય. પ્રથમ ભક્તિનો દઈ ઉપદેશ, શુદ્ધ બનાવે હૃદય પ્રદેશ. અંતર અરીસો થઈ જાય, સત અસત તેને સમજાય. (૨૪) જ્યારે આવે પૂર્ણ વિવેક, સફળ થાય ભક્તિની ટેક. જ્યારે ઉઘડે અંતર આંખ, ગુરૂ જ્ઞાનની આવે પાંખ. ઉર્ધ્વ ગતિ તેની થઈ જાય, સૌમાં દર્શન હરિના થાય. એ તો સદ્ગુરૂનો ઉપકાર, બ્રહ્મ સ્વરૂપ ભાસે સંસાર. (૨૮) હું-તું-તે ના ટળે ભેદ, વિલસે સઘળે બ્રહ્મ અભેદ. આપી ગુરૂજી આતમ જ્ઞાન, શિષ્ય તણી બદલાયે સાન. આપ સ્વરૂપે સ્થિતિ કરે, નિશ્ચય કામે સાધક ઠરે. સત્ શિષ્ય અનહદમાં રમે, સાગરમાં જેમ સરિતા સમે. (૩૨) સાગરપેટા સદ્ગુરૂ દેવ, સેવે દોષ ટળે તતખેવ. ગોવિંદ ગુરૂ બે એક ગણાય, સમજે તેની મુક્તિ થાય. આવે ગુરૂપૂર્ણિમા દિન, ગુરૂ પૂજામાં શિષ્યો લીન. શિષ્ય જાણીને કરૂણા કરી, અંતરમાં દર્શાવ્યા હરિ. (૩૬) ભક્તિ કેરા દીધા દાન, અંતરનું ટાળ્યું અભિમાન. ગુરૂ તમારી એવી ટેવ, માનવમાંથી સરજો દેવ. હું અજ્ઞાની પામર દીન, મન હતું માયા આધીન. વ્હાલા હતા વિષયના સુખ, વિશ્વપતિથી હતો વિમુખ. (૪૦) કૃપા કરીને પકડ્યા હાથ, ગુરૂજી આપે કર્યો સનાથ. કામ, ક્રોધને કીધા શાંત, અંતરમાં થઈ ગઈ નિરાંત.
હું પદની ગ્રંથી મજબૂત, કાપી મુજને કર્યો વિમુક્ત. સમજાવ્યો સહુ સાર-અસાર, ગુરૂ તણા અગણિત ઉપકાર. (૪૪) કરૂં પ્રયત્નો બેસુમાર, કદી વળે ના એ ઉપકાર. સમજાવી ભક્તિની રીત, બંધાવી પ્રભુજીથી પ્રીત. નમું નમું પરબ્રહ્મ પ્રકાશ, નમું નમું સદ્ગુરૂ સાકાર. નમું નમું મુક્તિ દાતાર, નમું નમું કલિ મલ હરનાર. (૪૮) ગુરૂ બાવની જે કોઈ ગાય, એના જન્મ-મરણ મટી જાય. આપ સ્વરૂપનું આવે ભાન, ઘટ-ઘટમાં દેખે ભગવાન. ગોવિંદ સદ્ગુરૂ રણછોડરાય, જીવતા સન્મુખ રહે સદાય. ગોવિંદ આ ગુરૂ બાવની, અગમ-નિગમ નિચોડ, કરે પ્રચાર જો પ્રેમથી, રે રાજી રણછોડ. (૫૨)
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Traditional · Traditional
Glory to Mother Amba, the fair and the dark one.
Shivanand Swami · 1818
Glory to the Primordial Shakti, who illumines the whole universe, and appeared on the first day (of creation).
Adi Shankaracharya (traditionally attributed) · 8th century
The thunderous Navratri hymn to Durga, slayer of the buffalo-demon.
Durga Saptashati (Markandeya Purana) · Ancient
The crowning prayer of the Devi Mahatmya to Narayani.
Markandeya Rishi · Ancient (Markandeya Purana)
The 'armour of the Goddess' — a protective hymn invoking the Divine Mother to guard every direction.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.