॥ ૐ ॥
Om
Adhyaaya Pahelo - Vriddha Viddhaana
ગુજરાતી · Katha
A katha attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
કબીર નામ દેવકી જે પુનમ મહાત્માકી જે પહેલા એક વખતે બાંધવ ગઢ નામની નગરીમાં વૈશ્ય ફુલ ભુષણ સુપ્રસિદ્ધ ગુરૂ ધની ધર્મદાસજી સાહેબ સદ્ગુરૂ કબીર સાહેબને પ્રાર્થના કરી પુછવા લાગ્યાં. ધર્મદાસજી બોલ્યા, હે સાહેબ! જ્યારે હું અચેતન અવસ્થામાં હતો અર્થાત આત્માજ્ઞાન અને આપના પાવન શરણથી વંચીત હતો, ત્યારે દરેક મહિને નિયમ પુર્વક નિશ્રિત વ્રત જરૂર કરતો હતો. હવે આપ જેવા સમર્થ સદ્ગુરૂની પાવન શરણા ગતિને પામી, એ સંબધમાં આપનો શો નિર્ણય છે તે જાણવાની જીજ્ઞાષા રાખું છું. આ ઘોળ કળિકાળમાં કયા વ્રતનું આચરણ કરવું યોગ્ય છે. તે આપ કૃપાળુ સદ્ગુરૂ મુજ દાસ ઉપર કૃપા કરી કહો. હું આપને શરણે છું. અને આપ શરણાગતની રક્ષા કરનારા છો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે ધર્મદાસજી સૃષ્ટિના આરંભકાળમાં સત્ય લોકમાં સત્ય પુરૂષે વ્રતના સંબંધમાં જે નિર્ણય કરી રાખ્યો છે તે સત્ય પુરૂષોના નિજ મત પ્રમાણે એક અલૌકિક વ્રત હું તમને કહું છું. હે ધર્મદાસજી પૂર્ણિમા નામનું આ એકજ વ્રત તમે વિવેક પૂર્ણ ધારણ કરો જેના પ્રભાવે મનુષ્ય મૃત્યુને જીતી લઇ અમર પદને પામે છે. હે ધર્મદાસજી! સત્ય પુરૂષે દયાળુ થઇ આ પુનમનું વ્રત મને અર્પણ કર્યુ અને જીવોના કલ્યાણ સારૂ તે મેં બે હાથ જોડી અને મસ્તક નમાવી સ્વીકારી લીધું. આ પૂર્ણિમા વ્રત બધાં વ્રતોમાં આદિ એટલે પહેલુ સનાતન અને નિયમ પૂર્વક ધારણ કરવાથી પાપ કર્મનું વિનાશક અને જન્મ મરણથી બચાવી લે છે. સદ્ગુરૂના મુખાર્વિન્દથી પૂર્ણિમા નામના વ્રતનો મહિમા સાંભળી સદ્ગુરૂના ચરણોમાં બંદગી કરી બંને હાથ જોડી ધર્મદાસજી સાહેબ પુછવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે સદ્ગુરૂ આ પૂર્ણિમા વ્રત કથા કઇ વિધિથી કરવું જોઈએ કે જેથી માણસે તેના પુરેપૂરા રૂપને મેળવી શકે તે આપ મને વિસ્તાર પૂર્વક કહો. સદ્ગુરૂ સાહેબ બોલ્યા! હે ધર્મદાસજી આ વ્રત આચરવાની વિધિ છે, તે સમસ્ત હું તમને કહી સંભળાવું છું. જેથી ઉપાસકોને મન વાંચીત ફળ પ્રાપ્ત થઈ શકે. પૂર્ણિમાનુ વ્રત કરનાર હંસજનોએ પૂર્ણિમાના રોજ કામ, કોધ્ર, મદ, લોભ, ઈર્ષા ઉપર કાબુ મેળવવો તેમજ નિંદાને સર્વ પ્રકારે ભુલી જવી. આશા, તૃષ્ણા, મમતા અને કુકર્મોનો ત્યાગ કરી સત્ય નામકા સ્મરણમાં તથા સદ્ગુરૂના ચરણના ધ્યાનમાં નિમગ્ન રહેવું જેથી અમર પદની પ્રાપ્તિ થાય છે. વ્રત આચરનાર હંસોએ સદ્ગુરૂના સ્મરણમાં તત્પર બની પુનમની રાત્રે જાગરણ કરવું અને મંગળ શબ્દોના ગીત તથા નૃત્યાદી વડે સદ્ગુરૂના ગુણ વિસ્તારપૂર્વક ગાવા. આ પ્રમાણે રાત્રીના ચારે પહોરે જાગરણ વ્રત કરનાર આ લોકમાં ધન ધાન્યથી સમૃદ્ધ બની અંતે સત્ય લોકનો અધિકારી બને છે. આખી રાત જાગરણ ન થઈ શકે તો અર્ધી રાત સૂધી તો જરૂર જાગરણ કરવું. અર્ધી રાત પણ ન થઈ શકે તો એક પહોર (3 કલાક) સુધી જાગતા રહેવું. પરંતુ રાતની અર્ધી પળ પણ સુમરન ધ્યાન વગર જવા ન દેવી. હે ધર્મદાસજી! જાગરણ સિવાય વ્રતની સફળતા નથી. તેથી જાગરણની ખાસ જરૂર છે. જાગરણમા વ્રત કરનારે સદ્ગુરૂના ગુણ ગાવા તથા તેની કથા સાંભળવી પરંતુ પાસા શેંતરંજ પાના વિગેરે રમવા નહિ. તેમજ કંઇ પણ પ્રકારનું અશ્લિલ આચરણ બોલવું નહિ. વ્રત કરનારે પુનમને આગલે દિવસે એક વખત ભોજન કરવું. અર્થાત ચૌદશની પુનમ હોય તો તેરસના રોજે અને પુનમની પુનમ હોય તો ચૌદશના રોજે એક વખત જમવું, સાંજ સવાર ભોજન લેવું નહિ. જેથી પુનમના અપવાસના દિવસે ઇન્દ્રિયો તથા મન શરીર હલકા રહે અને સતગુણી બની રહે. પુનમના રોજ સંયમ સાથે પ્રેમપુર્વક સદ્ગુરૂના ભજન ધ્યાનમાં લયલીન રહેવું. પુનમના રોજ સવારમાં સ્નાન વિગેરેથી પરવારી સ્વચ્છ અને સાત્વીક સફેદ વસ્ત્રો ધારણ કરવા અને આઠ પહોર એટલે ચોવીસ કલાક અવધુત સમાન નિર્મોહવૃતિ ઉપરાંત અને ઉદાસીન ભાવે વર્તવું. તે સાથે વ્રત કરનારે નિષ્કપટ ભાવ સત્ય બોલનાર તથા નિર્મોહ બની સત્ય નામના સુમરણમા બધો સમય ગાળવો. આવી રીતે શુદ્ધ અંતઃકરણથી વ્રત કરનાર એકવાર જો સત કબીરના નામનો ઉચ્ચાર કરે તો તે નિઃસંદેહ યમના ફંદાઓમાંથી બચી જાય છે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખવું કે હંમેશા પોતાની અંતરની દ્રષ્ટિ વડે કબીર સાહેબના સ્વરૂપના દર્શન કરતાં રહેવું. હે ધર્મદાસજી જેની જીભ સત નામના સુમરણમાં સદા જાગૃત રહેલી છે તેવા જનો વૃતિ કહેવાય છે. વ્રત કરનાર હંસજનોએ પુનમના રોજે કોઇનું એઠું તેમજ કોઇને ઘેર ભોજન કરવા જવું નહિ. અને સેવા ભક્તિમાં લાગેલા રહેવું. પુનમના દિવસે ઇંદ્રિયોનો નિગ્રહ કરી અતિથિ સેવામાં લાગેલા રહેવું. આવા પ્રકારની ઉત્તમ રહેણી કરવા વાળો હંસજન અમરાપુરીને પામેલો છે. અર્થાત આવા હંસાત્મા જીવન મુક્ત છે એમ જાણવું. હે ધર્મદાસજી ઉપરની વિધિ પ્રમાણે દરેક મહિનાની પૂર્ણિમાનું વ્રત કરવું. પુનમ સિવાયનું બીજુ કોઈપણ વ્રત ભવ (જન્મ મરણના) ફંદામાંથી બચાવનાર નથી. જે વિવેકી મનુષ્ય પોતે આ ઉત્તમ વ્રતનું આચરણ કરી બીજાઓને પણ વ્રત કરવાની પ્રેરણા આપશે તે ઉત્તમ ગતિને પામશે એ મારો દૃઢ મત છે. હે ધર્મદાસજી! સત્ય કબીર સાહેબના અનુગામીઓ (કબીરપંથીઓ) એ તો અવશ્ય અખંડ રીતે પુનમના વ્રતનું આચરણ કરવું જરૂરી છે. આ પ્રમાણે પરમહંસ ગીતાનો કબીર સાહેબ અને ધની ધર્મદાસજી સાહેબના સંવાદનો પુનમ વ્રત કથાનો વૃદ્ધ વિદ્ધાન નામનો પહેલો અધ્યાય પૂરો થયો. સત્ય કબીર સાહેબકી જય. ૐ
A katha attributed to Traditional.
A katha attributed to Traditional.
Vishvamitra (Rigveda 3.62.10) · Vedic
Om — earth, atmosphere, heavens.
Brihadaranyaka Upanishad 1.3.28 · Vedic
Lead me from the unreal to the real.
Pandava Gita (traditional) · Traditional
You alone are my mother and father.
Traditional Ganesh dhyana · Ancient
O curved-trunked, mighty-bodied one, radiant as a million suns — make all my undertakings free of obstacles, always.
Traditional (Deepa shloka) · Ancient
The verse recited while lighting the evening lamp.
Traditional (Shanti Mantra) · Ancient
The universal Sanskrit prayer for the welfare of all beings.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.