॥ ૐ ॥
Om
Premala Jyoti Taaro Daakhavee
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ... (ટેક) દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર, માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ... ડગમગતો પગ રાખ સ્થિર મુજ, દૂર નજર છો ન જાય; દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય, મારે એક ડગલું બસ થાય... પ્રેમળ જ્યોતિ... આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર; આપબળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ; હવે માગું તુજ આધાર... પ્રેમળ જ્યોતિ... ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ, વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી, સ્ખલન થયાં જે સર્વ, મારે આજ થકી નવું પર્વ... પ્રેમળ જ્યોતિ...
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ! આજ લગી પ્રેમભેર, નિશ્ચે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડશે ઘેર, દાખવી પ્રેમલ જ્યોતિની સેર... પ્રેમળ જ્યોતિ... કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ, ધસમસતા જળકેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડશે નિજ દ્વાર... પ્રેમળ જ્યોતિ... રજનિ જશે, ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ, દિવ્ય ગણોનાં વદન મનોહર, મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ, જે મેં ખોયા હતાં ક્ષણવાર... પ્રેમળ જ્યોતિ... ૐ • નરસિંહરાવ દિવેટિયા ( દાખવી-દેખાડવું, રજનિ-રાત્રી, સ્ખલન-ભૂલ-ચૂક, પર્વ-અવસર, કર્દમભૂમિ-કાદવવાળી જમીન, કળણ-નરમ જમીન, કરાડ-ભેખડ, ચિરકાળ-લાંબો સમય ) ( Bhajan source is John Henry Cardinal Newman (1801-1890) Refere Catholic Prayers by John Henry Cardianl Newman )
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.